Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૮૬
તત્વાર્થાધિગમસૂત્ર અરુચિરૂપ અનિશ્ચિત સ્થિતિ તે મિશ્રમોહનીય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. જે તીવ્ર કષાયના પરિણામે અનંત સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે અનંતાનુબંધી કષાયચતુષ્ટય છે. જે કષાયના પરિણામે સર્વ અને દેશ એ બે વિરતિ રોકાય તે અપ્રત્યાખ્યાનીકષાયચતુષ્ટય છે. જે કષાયના પરિણામે સર્વ વિરતિ ચારિત્ર્ય ન પ્રકટે પરંતુ દેશ વિરતિ ચારિત્ર્ય પ્રકટે તે પ્રત્યાખ્યાનીયકષાયચતુષ્ટય છે. જે કષાયના પરિણામે સર્વ વિરતિ ચારિત્ર્ય ન રોકાય; પરંતુ તેમાં દોષ પેદા થયા કરે અને પરિણામે યથાખ્યાતચારિત્ર્ય રોકાય તે સંજ્વલન કષાયચતુષ્ટય છે. હાસ્ય જનિત કે હાસ્ય ઉત્પન્ન કરનાર કર્મ તે હાસ્ય મોહનીય; પ્રીતિ યા આનંદજનિત કે આનંદ ઉત્પન્ન કરનાર કર્મ તે રતિમોહનીય અને અપ્રીતિ કે અરુચિ જનિત યા અપ્રીતિ કે અરુચિ ઉત્પન્ન કરનાર કર્મ તે અરતિમોહનીય છે. ભયજનિત કે ભય ઉત્પન્ન કરનાર કર્મ તે ભયમોહનીય છે. ધૃણા જનિત કે ધૃણા ઉત્પન્ન કરનાર કર્મ તે જાગુસામોહનીય અને શોકજાનિત કે શોક ઉત્પન્ન કરનાર કર્મ તે શોકમોહનીય છે. સ્ત્રીને વિકાર પેદા કરનાર કર્મ તે સ્ત્રીવેદ, પુરુષને વિકાર કરનાર કર્મ તે પુરુષવેદ અને નપુંસકને વિકાર ઉત્પન્ન કરનાર કર્મ તે નપુંસકવેદ; એ ત્રણ વેદ મોહનીય કર્મ છે. જે કર્મના પરિણામે જીવને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક ગતિમાં જીવન ભોગવવાં પડે તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક આયુષ્ય છે. सूत्रः - गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबंधनसंघात
संस्थानसंहननस्पर्शरसगंधवर्णानुपूर्व्यगुरु लघूपघातपराघातातपोद्योतोच्छवासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभ