Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૮૧
તત્વાર્થાધિગમસૂત્ર અભિગ્રહીત, (૩) અનભિગ્રહીત' (૪) સાંશયિક અને (પ) અનાભોગિક, જૈનદર્શનના કોઈક વિષયમાં ખોટી બાજુ સ્વીકારી માનહાનિના ભયથીતે તજવામાં ન આવે તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. જૈનેતર દર્શનમાં શ્રદ્ધા રાખવી તે અભિગ્રહીત મિથ્યાત્વ છે. સર્વદર્શનને સરખા હિતકારી માનવા તે અનભિગ્રહીત મિથ્યાત્વ છે. જૈન દર્શનના સૂક્ષ્મ અને ઇંદ્રિયથી અગમ્ય વિષયોમાં શંકા રાખવી તે સાંશયિક મિથ્યાત્વ છે. જીવોની મૂઢ દશામાં હોય છે તે અનાભોગિક મિથ્યાત્વ છે. નિગોદિયા જીવ, અસંજ્ઞીજીવ આદિ વ્યવહાર રાશિના જીવોમાં અનાભોગિક મિથ્યાત્વ હોય છે. દોષથી મુક્ત બનવા બનવા વ્રતનો સ્વીકાર ન કરવો તે અવિરતિ છે. શુભ કાર્યમાં આદર ન રાખી તેમાં પ્રવૃત્તિ ન આદરવી તે પ્રમાદ છે. આત્માના સમભાવની મર્યાદાનો ભંગ કરવો તે કષાય છે. માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ તે યોગ છે. - પૂર્વ પૂર્વ બંધ હેતુની હયાતીમાં ઉત્તરોત્તર બંધ હેતુ અવશ્ય હોય છે. ઉત્તર ઉત્તરના બંધ હેતુના અસ્તિત્વમાં પૂર્વના બંધ હોય કે ન પણ હોય, ઉદા૦ મિથ્યાદર્શનના અસ્તિત્વમાં પાંચે બંધ હેતુ હોય છે; પરંતુ પ્રમાદના અસ્તિત્વમાં તે પછીના કષાય અને યોગ તો હોય છે, પરંતુ મિથ્યાદર્શન ને અવિરતિ હોય કે ન પણ હોય.
કષાયના કારણે કર્મ યોગ્ય પુદ્ગલ જીવ ગ્રહણ કરે છે તે બંધ છે. જે કર્મવર્ગણામાં કર્મરૂપે પરિણામ પામવાની શક્તિ છે તેને જ જીવ ગ્રહણ કરી કર્મરૂપે પરિણમાવી પોતાના આત્મપ્રદેશ સાથે એકમેક કરી દે છે. જીવ અમૂર્ત હોવા છતાં અનાદિ કાળના કર્મ સંબંધના કારણે મૂર્ત જેવો બની મૂર્ત કર્મરૂપ પુગલ ગ્રહણ