Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૭૧ આયાત-નિકાસના, કાયદાઓનું ઉલ્લંઘન કરવું તે વિરુદ્ધરાજ્યાતિક્રમ છે; ન્યૂનાધિક તોલ માપ વાપરી ગ્રાહકને ઓછું આપવું અને વેપારી પાસેથી વધારે લેવું તે હીનાધિક માનોન્માન છે અને મૂળ વસ્તુના સ્થાનમાં નકલી વસ્તુ આપવી તે પ્રતિરૂપક વ્યવહાર છે. આ પાંચ ત્રીજા વ્રતના અતિચાર છે.
પોતાની પ્રજા સિવાય બીજાના વિવાહ-લગ્ન કરવા, કરાવવા તે પરિવાહકરણ છે; બીજાએ સ્વીકારેલ સાધારણ સ્ત્રી યા વેશ્યા સાથે ગમન કરવું તે ઈશ્વરપરિગૃહીતાગમન છે; વેશ્યા, અનાથ, સ્ત્રી જેનો સ્વામી પરદેશ ગયો હોય તેવી સ્ત્રી, જેનો સ્વામી નથી તેવી વિધવા, આદિમાંથી કોઈની સાથે ગમન કરવું તે અપરિગૃહીતા ગમન છે; સૃષ્ટિ વિરુદ્ધ કામસેવન તે અનંગક્રીડા છે અને વારંવાર માનસિક વિકારવાસના તે તીવ્ર કામાભિનિવેશ છે. આ પાંચ ચોથા વ્રતના અતિચાર છે.
ખેતીવાડી યોગ્ય જમીન તે ક્ષેત્ર છે. વસવા યોગ્ય જમીન યા મકાન તે વાસ્તુ છે. તે બેના મર્યાદિત પ્રમાણને લોભવશ બની તોડવું તે ક્ષેત્રવાસ્તુપ્રમાણાનિક્રમ છે. ચાંદી, સોનું, તેના આભૂષણ, ધન આદિના મર્યાદિત પ્રમાણને લોભવશ થઈ તોડવું તે હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ છે. પશુ, પક્ષી, રૂપ, ધણ અને જુદા જુદા અનાજરૂપ ધાન્યના મર્યાદિત પ્રમાણને તોડવું તે ધણધાન્ય પ્રમાણાતિક્રમ છે. નોકર-ચાકર આદિના મર્યાદિત પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે દાસદાસી પ્રમાણાતિક્રમ છે અને વાસણ, કુસણ, ફરનીચર-વસ્ત્ર આદિના મર્યાદિત પ્રમાણને તોડવું તે કુમ્રપ્રમાણતિક્રમ છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતના અતિચાર? सूत्रः - ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्य- ..
નામાનિ રપI -----