Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૭૬
તત્વાર્થાધિગમસૂત્ર ખાનપાન આદિ વસ્તુ ન દેવી પડે માટે તેને સચિત્તમાં મૂકવી તે સચિત્ત નિક્ષેપ છે. દેયવસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી તે સચિત્તપિધાન છે. દેય વસ્તુ બીજાની કરી ન આપવી તે પરવ્યપદેશ છે. દાન દેતાં આદરભાવ ન હોવો અથવા ઈષ્યપૂર્વક દાન દેવું તે માત્સર્ય છે. ભિક્ષા સમય પહેલાં ખાનપાન લઈ લેવા કે જેથી કોઈને કાંઈ ન આપવું પડે અથવા ગોચરીનો સમય વ્યતીત થયા પછી સાધુ, સહધર્મી આદિને આમંત્રણ આપવું તે કાલાતિક્રમ છે. અતિથિ સંવિભાગ વ્રતના એ પાંચ અતિચાર છે. આ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વ્રતના અતિચાર છે. સંલેખના અને દાનનું સ્વરૂપ : सूत्रः - जीवितमरणाऽऽशंसामित्रानुरागसुखानुबंध
निदानकरणानि ॥३२॥ अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् ॥३३॥
विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः ॥३४॥ અનુવાદ ઃ જીવિત ઇચ્છા, મરણઇચ્છા, મિત્રની અનુરાગતા,
સુખતણા અનુબંધ ઇચ્છે, કરે વળી નિદાનતા; સંલેખણાના પાંચ દોષો, ટાળતાં ભલી વાસના, વિરતિસંગે ધર્મરંગે, થાય સુંદર ભાવના. (૨૩) પરતણા ઉપકાર માટે, સ્વવસ્તુને પરિહરે, દાનધર્મ જ થાય રૂડો, મૂચ્છના દૂર કરે; વિધિને વળી દ્રવ્ય, દાતા, પાત્રતા ચોથી કહી, દાનમાં અવતાર થાતાં, વિશેષતા મન ગહગહી. (૨૪) અર્થ : જીવનની ઇચ્છા, મરણની ઇચ્છા, મિત્રાનુરાગ,