Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૭૪
તત્વાર્થાધિગમસૂત્ર - ભાવાર્થ વૃક્ષ, પર્વત, મકાન, વિમાન આદિમાં ઉપર જવા આવવાની મર્યાદા ઓળંગવી તે ઊર્ધ્વવ્યતિક્રમ છે. ભોંયરા આદિમાં નીચે જવા આવવાની મર્યાદા ઓળંગવી તે અધોવ્યતિક્રમ છે. ચાર દિશા અને ચાર વિદિશામાં ગમનાગમન કરવાની મર્યાદા ઓળંગવી તે તિરછા-તિર્ય) વ્યતિક્રમ છે. દિશા, વિદિશાનાં મર્યાદિત પ્રમાણમાં ન્યૂનાધિકતા કરવી તે ક્ષેત્ર વૃદ્ધિ છે. પોતે સ્વીકારેલ મર્યાદાનું વિરમરણ થવું તે મૃત્યંતર્ધાન છે. આ પાંચ છઠ્ઠા દિવિરમણ વ્રતના અતિચાર છે.
દેશ-અંશથી વિરતિરૂપ દેશવિરમણ વ્રત છે; તે દેશાવગાસિક વ્રત પણ કહેવાય છે. જે વ્રતમાં અંશથી સર્વ વ્રતનો અવકાશ છે તે દેશાવગાસિક વ્રત છે. તે ચૌદ નિયમ ધારવા અને સંક્ષેપવારૂપે તેમજ દિવસના દશ સામાયિક કરવારૂપે વ્યવહારમાં આચરવામાં આવે છે. ચૌદ નિયમ પાળવામાં તેમજ દશ સામાયિક કરવામાં અંશથી દરેક વ્રતનું પાલન આવી જાય છે. મર્યાદિત પ્રદેશ બહારથી બીજા પાસે વસ્તુ મંગાવવી તે આનયનપ્રયોગ છે. મર્યાદિત પ્રદેશ બહારથી નોકર મોકલી વસ્તુ મંગાવવી તે પ્રેગ્યપ્રયોગ છે. મર્યાદિત પ્રદેશ બહારથી ખાંસી આદિ ચિલ્ડ્રન દ્વારા વ્યક્તિને પ્રેરણા કરવી તે શબ્દાનુપાત છે. મર્યાદિત પ્રદેશ બહાર રહેલ વ્યક્તિને આકૃતિ બતાવી પ્રેરણા આપવી તે રૂપાનુપાત છે. કાંકરા ફેંકી પ્રેરણા આપવી તે પુગલ પ્રક્ષેપ છે. આ પાંચ દેશવિરમણ યા દેશાવગાસિકવ્રતના અતિચાર
રાગવંશ અસભ્ય પરિહાસ યા વિષયભોગની રાગકથા તે કંદર્પ છે. દુષ્ટ ચેષ્ટા તે કીકુચ્ય છે. સંબંધરહિત બકવાદ તે મૌખર્ય છે. વિવેક વિચાર વિના સાવદ્યસાધન બીજાને વાપરવા આપવા