Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૬૬
તત્વાર્થાધિગમસૂત્ર મર્યાદા બાંધી તેથી અધિક ગમનાગમનનો ત્યાગ તે દિવિરમણ વ્રત છે. આ વ્રત જીવનપર્યત માટે લેવામાં આવે છે. પ્રયોજન અનુસાર રોજ ક્ષેત્રનું પરિણામ નક્કી કરી ઉપરોક્ત વ્રતમાં જીવનપર્યત સ્વીકારેલ ગમનાગમન મર્યાદા પણ ટૂંકાવવી અને તે ઉપરાંત ગૃહસ્થના બારે વ્રતનું દેશથી પાલન કરવા ચૌદ નિયમ ધારવા અને સંક્ષેપવા તે દેશવિરમણ વ્રત છે. દેશવિરમણ વ્રતનો એમ પણ અર્થ થાય છે કે સર્વ વ્રતનો અવકાશ અંશ યા દેશથી જે વ્રતમાં છે તે દેશવિરમણવ્રત છે અને તે કારણે તેને દેશાવગાસિક વ્રત પણ કહેવામાં આવે છે. પ્રયોજન વિના દંડાવા માટે પ્રવૃત્તિ કરવી તે અનર્થ દંડ છે. આવી નિરર્થક પ્રવૃત્તિથી વિરમવું તે અનર્થદંડવિરમણવ્રત છે. આ ત્રણ ગુણ વ્રત છે.
કાળનો અભિગ્રહ લઈ તેટલા સમય માટે અધર્મ પ્રવૃત્તિનો ત્યાગ અને ધર્મ પ્રવૃત્તિમાં સ્થિર થવા અભ્યાસ પાંડવો તે સામાયિક વ્રત છે. આ વ્રતની કાળમર્યાદા બે ઘડી યા ૪૮ મીનીટ છે. પર્વ આદિ દિવસે તેમજ અન્ય તિથિએ ઉપવાસ કરી શરીર વિભૂષા આદિનો ત્યાગ કરવો અને ધર્મજાગરણમાં પ્રવૃત્તિ કરવી તે પૌષધોપવાસવ્રત છે. જેમાં અધિક અધર્મનો સંભવ છે તેવા ખાન, પાન, વસ્ત્ર આદિનો ત્યાગ કરી ઓછા આરંભ સમારંભવાળા ખાનપાન વસ્ત્રસાધન આદિનું ભોગ ઉપભોગ માટે પરિમાણ-મર્યાદા બાંધવી તે ભોગોપભોગ પરિમાણ વ્રત છે. આ વ્રતમાં પંદર કર્માદાનના ત્યાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાડાકર્મ અને સ્ફોટકર્મ એ પાંચ કર્મ; દાંત, લાખ, રસ, કેશ અને ઝેર એ પાંચ વેપાર અને યંત્ર ણ, નિલછન, દવદાહ, જલાશયશોષણ અને અસતીપોષણ એ પાંચ સામાન્ય એ પંદર કર્માદાન છે. તેની