Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૨૦
તત્વાર્થાધિગમસૂત્ર હોય જ; આ કારણથી પરમાણુ અંતિમ દ્રવ્ય છે, પરમાણુ દ્રવ્યનું કોઈ કારણ નથી, કારણ કે તે અવિભાજ્ય છે; પરમાણુ માત્ર અબદ્ધ અસમુદાયરૂપ છે. સ્કંધ જે પુદ્ગલનો બીજો પ્રકાર છે તે બદ્ધ સમુદાયરૂપ છે. તે કારણની અપેક્ષાએ કર્મ દ્રવ્યરૂપ અને કાર્યની અપેક્ષાએ કારણ દ્રવ્યરૂપ છે. ઉદા) દ્વયણુંક એ પરમાણુનું કાર્ય અને ચણુંક આદિનું કારણ છે. સ્કંધ, અણુની ઉત્પત્તિ : સૂત્ર - સંતવ્ય સ્પદને રદ્દા
મેવાણુ મારા
भेदसंघाताभ्याम् चाक्षुषाः ॥२८॥ અનુવાદ : સંઘાત ને વળી ભેદથી ઉત્પન સુદ્ધાં નિરખવા,
પણ ભેદથી અણુ નિપજે છે, સૂત્ર સાખે ધારવા; ભેદ ને સંઘાતથી ઉત્પન સ્કંધો જાણીએ, નયનથી નિરખાય નિર્મલ, શાસ્ત્ર મર્મ વિચારીએ.
અર્થ: સંઘાત, ભેદ અને સંઘાતભેદ એ ત્રણ પ્રકારે સ્કંધ થાય છે. ભેદથી અણ થાય છે. આ ત્રણ કારણથી બનતા સ્કંધ ચક્ષુગ્રાહ્ય અર્થાત્ ઇન્દ્રિયગ્રાહ્ય છે. - ભાવાર્થ : સ્કંધની ઉત્પત્તિ ત્રણ પ્રકારે થાય છે. (૧) સંઘાતમિલનથી (૨) ભેદથી (૩) અને સંઘાતભેદથી, જુદા જુદા બે પરમાણુ ભેગા મળતાં ધણુક બને છે; આમ એક એક પરમાણુ વધતાં ત્યણુક, ચતુરણક......સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી અને અનંતાનંત પ્રદેશી ઢંધ સંઘાતથી બને છે. મોટા સ્કંધમાંથી છૂટા પડવાથી નાના સ્કંધો-અવયવો બને છે. તે પણ દ્વિપ્રદેશીથી માંડી અનંતાનંતપ્રદેશી હોય છે; છેવટે ઢિપ્રદેશી છૂટા પડતાં અણુ બને છે. કોઈ કોઈવાર એક સ્કંધ તૂટે