Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૩૧ પરમાણુના બનેલ સ્કંધ પણ સૂક્ષ્મ હોય છે; બાદર. પરમાણુના સ્કંધ બાદર હોય છે. પરમાણુ પોતે રૂપી હોવા છતાં ઇન્દ્રિયગમ્ય નથી. સૂક્ષ્મ સ્કંધો પણ ઇન્દ્રિયગમ્ય નથી; માત્ર બાદર સ્કંધ ઇન્દ્રિયગમ્ય છે. સૂક્ષ્મ સ્કંધમાં ચાર સ્પર્શ, પાંચ રસ, બે ગંધ અને પાંચ વર્ણ એમ વીશ ગુણ હોય છે.
બંધ યા સ્કંધની બાબતમાં સંક્ષિપ્ત પુનરાવર્તન કરવું યોગ્ય થશે. બંધનું કારણ પરમાણુ, પ્રદેશ કે અવયવમાં રહેલ સ્નિગ્ધતા રુક્ષતા છે. સ્નિગ્ધતા રુક્ષતાના જઘન્ય અંશોમાં સંદશ કે વિસદશ બંધ નથી. સ્નિગ્ધતા, રુક્ષતાના સમાન અંશોમાં સદશ બંધ નથી, પરંતુ વિસદશ બંધ છે. બે કે તેથી અધિક અંશની તરતમતામાં સદશ અને વિસદશ એ બે બંધ છે. સમાન અંશના વિસદશ બંધમાં ગમે તે એક બીજાનું પરિણમન કરે છે; પરંતુ હીનાધિક બંધમાં અધિક અંશ હીનાંશને પોતાનામાં પરિણમન કરે છે.
ગુણ અને પર્યાય જેમાં છે તે દ્રવ્ય, દ્રવ્યમાં જે ગુણ હોય છે તેના સ્વભાવ અનુસાર જે પરિણમન થાય છે તે પર્યાય છે. દ્રવ્યની પરિણમન શક્તિ તે ગુણ છે અને ગુણજન્ય પરિણામ તે પર્યાય છે. આમ ગુણ તે કારણ અને પર્યાય તે કાર્ય છે. દ્રવ્યમાં શક્તિરૂપે અનંતગુણ છે; જે આશ્રયભૂત દ્રવ્યથી અવિભાજ્ય છે. દ્રવ્યના પ્રત્યેક ગુણમાં સમયે સમયે પરિણમતા સૈકાલિક પર્યાયો પણ અનંતા છે. દ્રવ્ય અને તેની અંદભૂત શક્તિ અનાદિ-અનંત છે; કારણ કે તેની ઉત્પત્તિ કે નાશ નથી. કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતાં સૈકાલિક પર્યાય સજાતીય છે; દ્રવ્યની અનંતશક્તિના કારણે તજન્ય-પ્રવાહ પણ અનંત છે. ભિન્ન ભિન્ન શક્તિજન્યપર્યાય વિજાતીય છે; તે એક સમયમાં દ્રવ્યમાં જુદા જુદા રૂપે પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સજાતીય પર્યાય તો