Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૬૧ દશ્ય પ્રાણવધ સામુદાયિક જીવનમાં હિતકારક, ઈષ્ટ અને શક્ય હોઈ પહેલી નજરે તે આવશ્યક ગણાય છે. અહિંસાના વિકાસક્રમમાં પણ સ્થૂલ પ્રાણવધના ત્યાગ પછી પ્રમત્તયોગરૂપ હિંસાનો ત્યાગ આવી શકે છે; અને તે સામુદાયિક રીતે શક્ય પણ બની શકે છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિથી ચિત્તની કોમળતા ઘટે, કઠોરતા વધે અને તે સાથે જીવનની તૃષ્ણા વધે તે હિંસાની દોષરૂપતા છે; અને જે પ્રતિથી ચિત્તની કોમળતા વધે, કઠોરતા ઘટે, સહજ પ્રેમમય દષ્ટિ વિકસે અને જીવન અંતરમુખ બને તે વર્તન દેખાવમાં હિંસક હોય છતાં તે હિંસા દોષરૂપ નથી. પ્રમત્તયોગનો ત્યાગ અને તે સાથે પ્રાણવધનો પણ ત્યાગ કરવા ઉપયોગ રાખવો તે અહિંસા છે.
અસત્ ચિંતન, અસત્ વચન અને અસત્ આચરણ તે અસત્ય છે; પ્રમત્ત યોગપૂર્વક આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિ અસત્ય દોષરૂપ છે. સત્ વસ્તુનો નિષેધ, સત્ વસ્તુને વિપરીત રીતે અજ્ઞાન તરીકે રજૂ કરવી આદિ અસત્ય છે. સત્ય હોવા છતાં બીજાના મનને દુઃખ કરવાના દુર્ભાવથી બોલવું તે ગહિતનિદારૂપ અસત્ય છે. પ્રમત્ત યોગનો ત્યાગ કરવો, મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એકરૂપ રાખવી તે સત્ય છે. - તૃણ સમાન તુચ્છ વસ્તુ પણ તેના માલિકની રજા વિના ભવ્યપ્રમત્ત યોગપૂર્વક લેવી તે ચોરી છે. લાલચ દૂર કરી ન્યાયપૂર્વક વસ્તુ મેળવવી તે અચૌર્ય છે.
મિથુન-સ્ત્રીપુરુષના યુગલની પ્રવૃત્તિ તે મૈથુન છે. આવી મૈથુનની પ્રવૃત્તિ તે અબ્રહ્મ છે. મિથુન શબ્દનો વિકાસ કરી યુગલ સ્ત્રી પુરુષનું, પુરુષ પુરુષનું, સ્ત્રી સ્ત્રીનું, સજાતીય કે વિજાતીય પણ હોઈ શકે છે. મનુષ્યદેવનું, મનુષ્ય તિર્યચનું, એ વિજાતીય