Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૬૦
તત્વાધિગમસૂત્ર વિરત છે. વિરત જીવ બે પ્રકારના છે. (૧) ઘરબારવાળા શ્રાવક શ્રાવિકા અગારી છે. અનગાર પાંચ મહાવ્રતનું સેવન કરે છે. અગારી પાંચ અણુવ્રતનું, ત્રણ ગુણવ્રતનું અને ચાર શિક્ષાવ્રતનું એમ પાંચ વ્રત અને સાત શીલનું યથાશક્તિ પાલન કરે છે. - ભાવાર્થઃ હિંસાની વ્યાખ્યામાં બે અંશ છે. (૧) પ્રમત્તયોગ, અને (૨) પ્રાણવ્યપરોપણ પ્રમત્તયોગમાં મઘ, વિષય, કષાય, નિંદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદનો સમાવેશ થાય છે. રાગ અને દ્વેષ અનુક્રમે મોહ અને તિરસ્કારજન્ય છે. આ પાંચ પ્રમાદ એક, બે, ત્રણ, ચાર અને પાંચ એક સાથે પણ હોઈ શકે છે. તેના કારણે થતી મન, વચન અને કાયાની, પ્રવૃત્તિ તે પ્રમત્ત યોગજનિત છે. જીવના પ્રાણનો વિયોગ તે પ્રાણવ્યપરોપણ છે. પ્રમત્તયોગમાંથી થયેલ પ્રાણ વધ તે હિંસા છે.
હિંસાની સદોષતા પ્રાણ લેવા ઉપરાંત તેમ કરનારની ભાવના પરથી નિર્ણિત કરી શકાય; અસાવધાનતા, અશુભ ભાવના, હિંસાનો સંકલ્પ, આદિ પ્રમત્તભાવે પ્રાણ નાશની પ્રવૃત્તિ આદરી હોય અને પ્રાણનાશ થયો હોય કે ન થયો હોય તો પણ તે હિંસા દોષરૂપ છે. પરંતું ઉપયોગપૂર્વક હિત કરવાના હેતુએ, હિંસાના સંકલ્પના બદલે જીવના હિત માટે, અપ્રમત્ત ભાવે પ્રવૃત્તિ કરતાં પ્રાણનાશ થયો હોય તો પણ તે હિંસા દોષરૂપ નથી, શાસ્ત્રમાં હિંસા બે પ્રકારે કહી છે. (૧) દ્રવ્ય હિંસા અને (૨) ભાવ હિંસા. પ્રમત્તભાવે પ્રાણનાશમાં દ્રવ્ય અને ભાવ એ બંને હિંસા સમાઈ જાય છે. જ્યારે અપ્રમત્ત ભાવે પ્રાણનાશમાં દ્રવ્ય હિંસા હોવા છતાં ભાવ હિંસા નથી.
તાત્ત્વિક દૃષ્ટિએ પ્રમત્તયોગ તેજ હિંસા છે; પરંતુ તે અદશ્ય હોઈ સામુદાયિક રીતે વ્યવહારમાં ઉતારી શકાય તેમ ન હોવાથી