Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૫૮
તત્વાર્થાધિગમસૂત્ર
પ્રતિકૂળ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ પ્રતિ સમભાવ. એ પાંચ બ્રહ્મચર્યવ્રતની ભાવના છે. રાગ, દ્વેષ પેદા કરનાર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ પ્રતિ તે તે પ્રસંગે સમભાવ સાચવવો તે પરિગ્રહ વ્રતની પાંચ ભાવના છે. ઉપરોક્ત દરેક વ્રતની ભાવનાઓ જૈન સંઘમાં -સાધુના પ્રધાન સ્થાનના આધારે મહાવ્રતને લક્ષ્યમાં રાખી દર્શાવી છે; તેમ છતાં વ્રતધારી તેમાં પોતપોતાના અધિકાર અનુસાર સંકોચવિકાસ કરી શકે છે.
દોષના વાસ્તવિક દર્શનથી વ્રત સ્થિર થાય છે. અહિંસા આદિ વ્રતની સ્થિરતા માટે અવ્રતમાં દોષનું દર્શન કરવું, અવ્રત આદિના સેવનથી પોતાને તેમજ અન્યને આલોક અને પરલોકમાં આપત્તિ અનુભવવી પડે છે તે અનુક્રમે ઈહલોક અને પરલોક દોષ દર્શન છે. આ દોષ દર્શનથી વ્રતના સંસ્કાર વિકસે છે અને તેજ વ્રતની ભાવના છે. અહિંસા આદિના વ્રતધારી હિંસાથી પોતાને થતા દુઃખની અન્યને થતા દુઃખ સાથે કલ્પના કરે તે દુઃખ ભાવના છે. અહિંસા આંદિ વ્રતની સ્થિરતામાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એ ચાર ભાવના ખાસ ઉપયોગી છે; કારણ કે તે સદ્ગુણના અભ્યાસ અર્થે છે. પ્રાણીમાત્ર પ્રતિ મૈત્રીભાવ, અધિક ગુણી પ્રતિ પ્રમોદભાવ-આદરભાવ, પિડિતદુઃખીપ્રતિ કરુણાભાવ અને સંસ્કારહીન પ્રતિ તટસ્થભાવ કેળવવા જરૂરી છે. વ્રતના અભ્યાસીને સંવેગતા અને વૈરાગ્યની પહેલી જરૂર છે. તેનાં બીજ જગતસ્વભાવ અને શરીરસ્વભાવમાં રહેલા છે.
પ્રાણીમાત્ર દુઃખ અનુભવે છે. જીવન ઝાકળના બિન્દુની માફક અશાશ્વત છે. પ્રત્યેક પદાર્થ નાશવંત છે. આ પ્રકારની વિચારણાથી સંસારમાં આસક્તિ ઘટે છે અને દૂર પણ થાય છે;