Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૫૪
' તત્વાર્થાધિગમસૂત્ર પ્રકૃતિનો થાય છે. પરંતુ બંધ તો એક પ્રકૃતિનો પ્રધાનતાથી અને બાકીની છ પ્રકૃતિનો ગૌણતાથી થાય છે. બાકીની છ પ્રકૃતિનો જે બંધ થાય છે તે અવિરોધી પ્રકૃતિનો જ થાય છે. આશ્રવના ઉપરોક્ત વિભાગ અનુભાગ યા રસબંધની અપેક્ષાએ છે; એટલે આ વિભાગ પ્રદેશબંધની અપેક્ષાએ નથી. આમ એકી સમયે એક જ પ્રકૃતિના આસ્રવ અને પ્રધાનતાથી એક પ્રકૃતિનો બંધ અને ગૌણતાથી બાકીની છ. અવિરોધી પ્રકૃતિનો બંધ સ્વીકારવાથી શાસ્ત્રનિયમ સચવાય છે. અનુભાગ-રસ બંધની અપેક્ષાએ કરેલ આશ્રવનું પૃથક્કરણ-વર્ણન મુખ્ય ભાવની અપેક્ષાએ છે. આમ હોવાથી જે જે પ્રકૃતિના જે જે આશ્રવ બતાવ્યા છે તે તેમાં પ્રધાનતાથી હોય છે; પરંતુ ગૌણતાથી અપ્રધાન કર્મપ્રકૃતિના આશ્રવ પણ હોઈ શકે છે. '
तत्त्वार्थाधिगमेसूत्रे, सानुवादविवेचने; ॥ પૂષણોથNધ્યાય, માવતિઘોઘવી દ્દા .