Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૩૮
તત્વાર્થાધિગમસૂત્ર - અર્થ : મન, વચન અને કાયા દ્વારા થતી ક્રિયા તે યોગ છે. તેજ આશ્રવ એમ સૂત્ર કહે છે. પુણ્યનો આશ્રવ શુભ અને પાપનો આશ્રવ અશુભ છે. સકષાયી યોગના સાંપરાયિક અને અકષાયી યોગના ઇર્યાપથિક આશ્રવ છે. સાંપરાયિકના ઓગણચાલીશ અને ઈર્યાપથિકનો એક એમ તેના પ્રભેદ છે. અવ્રતના પાંચ, કષાયના ચાર ઇન્દ્રિયનાં પાંચ, અને ક્રિયાના પચીશ એમ ઓગણચાલીશ ભેદ છે. આ દરેકના તીવ્ર અને મંદ ભાવ, જ્ઞાત અને અજ્ઞાત ભાવ, વીર્ય અને અધિકરણના કારણે કર્મબંધમાં તરતમતા રહે છે.
ભાવાર્થ : વીઆંતરાયકર્મના ક્ષયોપશમ કે ક્ષયથી અને પુદ્ગલના આલંબનથી આત્મ પ્રદેશનો થતો પરિસ્પંદ-કંપન વ્યાપાર તે યોગ છે. તેના ત્રણ પ્રકાર છે. (૧) મન, (૨) વચન અને (૩) કાયા. ઔદારિક આદિ કર્મના ક્ષયોપશમથી શરીર વર્ગણાના પુદ્ગલાવ-લંબનથી પ્રવર્તતો યોગ તે કાય યોગ છે. મતિ જ્ઞાનાવરણ, અક્ષરશ્રુત જ્ઞાનાવરણ આદિ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી આંતરિક વાગ્લબ્ધિ અને તેના કારણે વચન વર્ગણાના પગલાવલંબનથી આત્મ પ્રદેશમાં થતા ભાષા પરિણામ તે વચન યોગ છે. નોઈન્દ્રિયમતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મનોલબ્ધિ અને તેના કારણે મનોવર્ગણાના પુદ્ગલાવલંબનથી આત્મપ્રદેશમાં થતો ચિંતન વ્યાપાર તે મનોયોગ છે. આ ત્રણ યોગ તેજ આશ્રવ છે. કર્મના આશ્રવ, આગમનનું કારણ યોગ હોઈ તેજ આશ્રવ છે. આ ત્રણ યોગ દરેક શુભ તેમજ અશુભ એમ બે પ્રકારના છે; તેના શુભત્વ અને અશુભત્વનો આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ શુભ, અને અશુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ તે અશુભ