Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧ ૨૨
તત્વાર્થાધિગમસૂત્ર પરિણામની નિવૃત્તિ અને બારૂપરિણામની પ્રાપ્તિથી તે કાર્ય પૂરું થતું નથી, પરંતુ તે સાથે ભેદની પણ આવશ્યકતા છે. આમ અચાક્ષુષ સ્કંધને ચાક્ષુષ બનવામાં ચાર કારણ હોય છે : (૧) સ્કંધનો ભેદ, (૨) નવા વિશિષ્ટ પરિણામનું મિલન (૩) સૂક્ષ્મ પરિણામની નિવૃત્તિ અને (૪) બાદર પરિણામની પ્રાપ્તિ. ચાક્ષુષ અને અચાક્ષુષથી માત્ર નેત્રંદ્રિયગ્રાહ્ય અર્થ ન લેતાં સર્વ ઇન્દ્રિયગ્રાહ્ય એ અર્થ અહીં સમજવાનો છે. આ ઉપરાંત પૌગલિક પરિણામની વિચિત્રતાના કારણે બાદર-ઇન્દ્રિયગ્રાહ્ય સ્કંધ સૂક્ષ્મ-અતીન્દ્રિય પણ બને છે. કેટલાંક સ્કંધ અધિક ઇન્દ્રિયગ્રાહ્ય હોય છે તે અલ્પ ઇન્દ્રિયગ્રાહ્ય પણ બને છે. ઉદા) મીઠું, હિંગ આદિ ચાર ઇન્દ્રિયગ્રાહ્ય છે; પરંતુ તે પાણીમાં મિશ્રિત થતાં રસન અને પ્રાણ એ બે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. સતની વ્યાખ્યા અને સ્યાદ્વાદ્ : સૂત્રઃ - ૩Fા વ્યયસ્થવ્યયુજે સત્ ર?
तद्भावाव्ययं नित्यम् ॥३०॥
મર્પિતાનતા સિદ્ધ અનુવાદઃ ઉત્પત્તિ નાશ અને સ્થિતિ જ્યાં હોય તે “સ” સમજીએ,
સ્વ સ્વરૂપને જે ધારી રાખે “નિત્ય” તેને જાણીએ; અર્પિત ધર્મ અને અનર્પિત ધર્મથી એ સિદ્ધ છે, સ્યાદ્વાદ વિણ આવિશ્વમાં નહિં કોઈ વસ્તુ શુદ્ધ છે.
અર્થ: ઉત્પાદ, વ્યય અને ધ્રુવસ્થિતિ એ ત્રણ લક્ષણ જેમાં હોય તે “સત કહેવાય છે. પોતાના સ્વરૂપનો નાશ ન થવો તેનું નામ “નિત્ય' છે. એક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ ધર્મનો સમાવેશ અર્પિત અને અનર્પિત નયથી સિદ્ધ થાય છે.
ભાવાર્થ : દરેક પદાર્થમાં બે અંશ હોય છે, તેમાંનો એક