Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૨૪ .
તત્વાર્થાધિગમસૂત્ર અને તેજ સતનું નિત્યત્વ છે. પોતપોતાની જાતિ ન છોડવી તે સર્વ દ્રવ્યની ધ્રુવતા છે અને પ્રત્યેક સમયે જુદા પરિણામરૂપે ઉત્પન્ન થવું અને વિનાશ પામવું તે સર્વ દ્રવ્યના ઉત્પાદ વ્યય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા પ્રવર્તે છે. પૂર્વસૂત્રમાં નિર્દેશેલ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય એ દ્રવ્યના સ્થાયી અંશ પૂરતું છે; જ્યારે ઉત્તરસૂત્રમાં નિર્દેશેલ ભાવ ઉત્પાદવ્યયપરિણામ અને અવ્યયનિત્યત્વ એ ત્રણ અંશ પોતે પણ નિત્ય છે તેમ દર્શાવે છે.
પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. અર્પિત-અપેક્ષા અને અનર્પિત-અપેક્ષાંતર એ બે વડે વિરોધનો સમન્વય થાય છે. પરસ્પર વિરુદ્ધ પરંતુ પ્રમાણસિદ્ધ ધર્મનો સમન્વય થાય છે. પરસ્પર વિરુદ્ધ પરંતુ પ્રમાણસિદ્ધ ધર્મનો સમન્વય કેવી રીતે થઈ શકે છે તે આ સૂત્ર દર્શાવે છે. | સ્વરૂપે વસ્તુ સત્ અને પરરૂપે તેજ વસ્તુ અસત્ છે; આ અનુક્રમે સ્વાદસ્તિ અને સ્વાસ્નાસ્તિ છે, એકી સમયે સત્ અને અસત્ એને પ્રરૂપણા કરવા શબ્દ ન હોઈ તે અવક્તવ્ય પણ છે. આમ વિવિલા, અવિવક્ષા અને સહવિવક્ષા આશ્રિત વાક્યરચનાથી ત્રણ દૃષ્ટિ રજૂ થઈ. બાકીની ચાર વાક્યરચના પરસ્પરના મિશ્રણથી બને છે. સ્વાદસ્તિનાસ્તિ, સ્વાદપ્તિ અવક્તવ્ય, ચાનાસ્તિ અવક્તવ્ય અને સ્વાદસ્તિનાસ્તિ અવક્તવ્ય આ સપ્ત ભંગી કહેવાય છે. તેમાં પહેલાં બે વાક્ય મૂળરૂપ છે. આ રીતે નિત્ય, અનિત્ય, સત્વ, અસત્ત્વ, એકત્વ, અનેકત્વ, વાચ્યત્વ, અવાચ્યત્વ આદિ યુગ્મો-લઈ સપ્તભંગી ઘટાવી શકાય. આમ હોઈ એક જ વસ્તુ અનંત ધર્મકાત્મક હોવાના કારણે તે સર્વ અનંત પ્રકારે વ્યવહારમાં પ્રવર્તે છે.