Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૦૮
તત્વાર્થાધિગમસૂત્ર હોવા છતાં તે સ્કંધમાં ભળતાં ઇન્દ્રિયગ્રાહ્ય થતો હોવાથી મૂર્ત ગણાય છે.
ધર્મ, અધર્મ અને આકાશ એ દરેક એક એક વ્યક્તિરૂપ, અને નિષ્ક્રિય છે. અહીં નિષ્ક્રિયતાથી ગતિ ક્રિયાનો નિષેધ કર્યો છે; સદશ પરિણમનરૂપ ક્રિયા તો દરેક દ્રવ્યમાં હોય છે. જીવ અને પુદ્ગલ અનંત વ્યક્તિરૂપ છે; અને એ દરેક ગતિશીલ પણ છે. દ્રવ્યની પ્રદેશ સંખ્યા : सूत्र - असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥
जीवस्य च ॥८॥ आकाशस्यानन्ताः ॥९॥ संख्येयासंख्येयाश्च पुद्गलानाम् ॥१०॥
નાખોઃ શા અનુવાદ : ધર્મ, અધર્મ, જીવ, દ્રવ્યો; પ્રદેશથી અસંખ્ય છે.
આકાશ લોકાલોક વ્યાપી, પ્રદેશથી અનન્ત છે; સંખ્ય, અસંખ્ય અનંત ભેદ પુદ્ગલોને જાણીએ, પરમાણુ હોયે અપ્રદેશી, સૂત્રથી વિચારીએ. (૩)
અર્થ : ધર્મ, અધર્મ અને જીવ એ દરેકના અસંખ્ય પ્રદેશ છે, લોકાલોક વ્યાપારી આકાશના અનંત પ્રદેશ છે. પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત, અને અનંત પ્રદેશ છે. અણુ-પરમાણુના પ્રદેશ નથી.
ભાવાર્થ દ્રવ્યનો સૂક્ષ્મ અંશ કે જેના અંશની કલ્પના બુદ્ધિ પણ કરી ન શકે તે પ્રદેશ છે. આવો પ્રદેશ સ્કંધથી અલગ છૂટો હોય ત્યારે પરમાણુ કહેવાય છે; તે સ્કંધ મિશ્રિત હોય ત્યારે પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય સ્કંધરૂપ છે; તેના પ્રદેશ અલગ પાડી શકાતા નથી, પણ તેની કલ્પના