Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૦૭
અધ્યાય ૫ મો
=
દ્રવ્ય અને તેનું સ્વરૂપ : સૂત્ર - મળીવાય ધમ-ધમ–ાશ-
પુતા: II દ્રવ્યાપિ નીવાશ રા नित्यावस्थितान्यख्याणि च ॥३॥ रूपिणः पुद्गलाः ॥४॥
आऽऽकाशादेकद्रव्याणि ॥५॥ નિમિયાન વ દા અનુવાદ : અજીવકાર્ય ચાર વસ્તુ, ધર્મ ને અધર્મથી,
આકાશ પુદ્ગલ સાથે માની, સમજો સૂત્રમર્મથી; એ ચાર વસ્તુ અતિશબ્દ, કાયશબ્દ મેળવી, નામ આખું અર્થ ધારી, માનીએ મતિ કેળવી. (૧) જીવ અસ્તિકાય મળતાં, પાંચ દ્રવ્યો ધારવા, નિત્ય, સ્થાયી ભાવ સાથે, સર્વે અરૂપી માનવા; દ્રવ્ય પુદ્ગલ માત્રરૂપી, સૂત્ર દ્વારા સંગ્રહ્યા, પ્રથમના એ ત્રણ દ્રવ્યો, એક ને અક્રિય કહ્યા. (૨)
અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય, એ ચાર અજીવકાય છે. તેમાં જીવકાય ઉમેરતાં પાંચ દ્રવ્ય થાય છે. સર્વ દ્રવ્યો નિત્ય અવસ્થિત અને અમૂર્ત-અરૂપી છે. ફક્ત પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. પહેલાં ત્રણ દ્રવ્યો દરેક એક એક અને નિષ્ક્રિય છે. | ભાવાર્થ : સૂત્રકાર અજીવનું લક્ષણ ન બતાવતાં જીવના ઉપયોગ લક્ષણથી વિપરીત તે અજીવ સમજી લેવાનું સૂચવે છે;