Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
પર
તત્વાર્થાધિગમસૂત્ર અનુવાદ: સંમૂછન ને ગર્ભ વળી, ઉપપાત એમ ત્રણ રીતિએ, - જન્મ પામે જીવ તેનું સ્થાન યોનિ જાણીએ;
નવ ભેદ યોનિના, સચેતન ને અચેતન એ બીજી, મિશ્ર, ઠંડી, ગરમ ને શીત, ગરમ, છઠ્ઠી માનીએ, (૧૫) વિકસિત અને સંકોચવાળી, સંવૃતવિવૃત નવમી છે, નવ યોનિઓ એ સર્વ પ્રાયઃ અશુભપુદ્ગલ વાળી છે, જરાયુજ, અડજ ને પોતજ જન્મ પામે ગર્ભથી, સુર, નારકી ઉપપાતથી ને અન્ય સર્વ સંમૂછમી. (૧૬)
અર્થ સંમૂર્ણિમ, ગર્ભ અને ઉપપાત એ જન્મના ત્રણ પ્રકાર છે. જીવનું ઉત્પત્તિસ્થાન તે યોનિ છે. તેના નવ ભેદ છે : (૧) સચિત્ત, (૨) અચિત્ત, (૩) મિશ્ર (સચિતાચિત્ત) (૪) શીત, (પ) ઉષ્ણ, (૬) મિશ્ર (શીતોષ્ણ) (૭) સંવૃત, (૮) વિવૃત્ત, અને (૯) મિશ્ર (સંવૃતાવિવૃત), આ નવે પ્રકારની યોનિ અશુભ પુદ્ગલવાળી છે. જરાયુજ, અંડજ અને પોતજ એ ત્રણ પ્રકારના પ્રાણીને ગર્ભથી જન્મ હોય છે. દેવ અને નારકનો જન્મ ઉપપાતળી હોય છે. બાકીના સર્વે જીવ સંમૂર્ણિમ જન્મવાળા છે.
ભાવાર્થ ઃ પૂર્વભવનું શરીર છોડી કાર્મણ શરીર સહિત અંતરાલગતિ કરતાં ઉત્પત્તિ સ્થાનમાં આવી પૂલ શરીર માટે નવીન ભવ યોગ્ય પુદ્ગલોના ગ્રહણરૂપ આહાર તેજ જન્મ છે. જન્મ ત્રણ પ્રકારના છે. (૧) સંમૂર્ણિમ, (૨) ગર્ભ અને (૩) ઉપપાત. માતાપિતાના સંબંધ વિના ઉત્પત્તિ સ્થાનમાં રહેલ ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલરૂપ આહાર શરીરરચનાર્થે ગ્રહણ કરી તેને શરીરરૂપે પરિણમાવવા તે સંમૂર્ણિમ જન્મ છે. ઉત્પત્તિસ્થાનમાં રહેલ વીર્ય અને લોહીના પુદ્ગલરૂપ આહાર શરૂઆતમાં શરીર રચનાર્થે ગ્રહણ કરી તેને શરીરરૂપે