Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૯૪
- તત્વાર્થાધિગમસૂત્ર ગતિ અને સ્થિતિ આદિનું વર્ણન: सूत्र - स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्वीन्द्रिया
વયિવિષયતિથિ: iારા
गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ॥२२॥ અનુવાદ : સ્થિતિ ને પ્રભાવ, સુખો, ઘુતિ, લેગ્યા ભાવથી,
ઇકિય ને વળી અવધિ વિષયો, વધતા ક્રમ પ્રસ્તાવથી; ગતિ ને વળી દેહમાને, પરિગ્રહ, અભિમાનતા, અગ્ર અગ્રે પુષ્ય વધતાં, સર્વ તે ઘટતાં જતાં. (૧૪)
અર્થક સ્થિતિ, પ્રભાવ, સુખ, ધૃતિ, વેશ્યા, ભાવ, ઇન્દ્રિય, વિશુદ્ધિ અને અવધિજ્ઞાન એ બાબતમાં ઉપર-ઉપરના દેવો ક્રમશઃ વધતા જાય છે; જ્યારે ગતિ, શરીર પરિગ્રહ અને અભિમાન એ બાબતમાં પુણ્યપ્રભાવે ઉપર ઉપરના દેવો ક્રમશઃ ઘટતા જાય છે. | ભાવાર્થ : આયુષ્ય મર્યાદા તે સ્થિતિ છે, સૂત્રકાર પોતે સ્થિતિની મર્યાદા સૂત્ર ૩૦થી ૫૩ સુધી બતાવવાના છે. નિગ્રહ અનુગ્રહ કરવાની શક્તિ તે પ્રભા છે. અણિમા, મહિમા આદિ સિદ્ધિ તથા બળ અને આક્રમણથી કામ લેવાની શક્તિ તે પ્રભાવ છે. આ સ્થિતિ અને પ્રભાવમાં નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવો ક્રમશઃ વધતા જાય છે. પરંતુ સંકલેશ અને અભિમાનની ન્યૂનતાને કારણે તેનો ઉપયોગ ન્યૂન ન્યૂનતર થતો જાય છે. ગ્રાહ્ય વિષયનો ઇન્દ્રિય દ્વારા સુખદ અનુભવ તે સુખ છે. શરીર, વસ્ત્ર, આભરણ આદિનું તેજ તે દ્યુતિ છે. ક્ષેત્રજન્ય પૌગલિક પરિણામનાં કારણે ઉપર ઉપરના દેવો સુખ અને ઘુતિમાં ક્રમશ: વધતા હોય છે. લેશ્યા પરિણામ વિષે ત્રેવીસમાં સૂત્રમાં જણાવવાનું છે. દેવોમાં છએ પ્રકારની વેશ્યા સમાન હોવા