Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૫૦
તત્વાર્થાધિગમસૂત્ર મુક્તિ પામે છે. મુક્તિ પામનાર જીવ મુચ્યમાન જીવ કહેવાય છે અને પૂર્વ દેહ છોડી નવા સ્થાને દેહ ધારણ કરનાર જીવ સંસારી કહેવાય છે. મુચ્યમાન જીવ સર્વ કર્મથી મુક્ત થવાથી તેને ઋજુગતિ કરવામાં કાર્મણ શરીરની અપેક્ષા રહેતી નથી. આવો જીવ પૂર્વ દેહ છૂટતી વખતે જે વેગ મળે છે તે દ્વારા એક સમયમાં ધનુષ્યમાંથી છૂટતા બાણની માફક લોકાંતે પહોંચે છે. આ કારણે ઋગતિને ઈષગતિ પણ કહે છે. સંસારી જીવની ગતિ નિયત નથી કારણ કે તેનું ઉત્પત્તિસ્થાન ગતિ આદિ નામ કર્મને આધીન છે. આવા જીવનું ઉત્પત્તિસ્થાન કોઈ વખત સરલરેખામાં અને કોઈ વખત વક્રરેખામાં હોય છે. પૂર્વ દેહ છોડી જાગતિથી અંતરાલગતિમાં જતા જીવને સરલરેખામાં નવા ઉત્પત્તિસ્થાને પહોંચી ત્યાં શરીર રચવા યોગ્ય પુદ્ગલરૂપ આહાર હોય છે; આમ ઋજુગતિમાં એક સમય લાગે છે. તેને એક જ સમયમાં દેહ છોડતાં અને નવીન દેહ ધારણ કરતાં એમ બે આહાર હોય છે, એક વળાંકવાળી ગતિમાં પૂર્વ શરીર છોડતાં તે સમયે જે આહાર હોય છે તેનો વેગ વળાંક પહોંચતાં સુધીમાં પૂરો થાય છે. અહિંથી કાર્પણ શરીર તેને વેગ આપે છે. તે દ્વારા વળાંક લઈ બીજા સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચી શરીરરચના યોગ્ય પુદ્ગલરૂપ આહાર તેને હોય છે. એક વિગ્રહગતિમાં પૂર્વ સમય અને ઉત્તર સમય એમ બંને સમયમાં આહાર હોય છે. તેથી જીવને આહારક દશા હોય છે. આ રીતે મુમાન જીવની, જુગતિથી જતાં સંસારી જીવની તથા એક વિગ્રહ ગતિવાળા જીવને આનાહારક દશા હોય છે. બે વિગ્રહવાળી ગતિમાં પૂર્વ શરીર છોડતાં જે આહાર હોય છે તેનો વેગ-વળાંક આવતા પૂરો થાય. કાર્પણ શરીર તેને પહેલો વળાંક આપી નવા ઉત્પત્તિસ્થાને