Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર હોય છે. સંસારી જીવની ગતિ વિગ્રહવાળી વળાંકવાળી અને ઋજા-સરલ અને બે પ્રકારની હોય છે. વક્રગતિમાં વધારેમાં વધારે ચાર સમય સુધીના ત્રણ વિગ્રહ હોય છે. ઋજાગતિવાળા જીવને જન્મતાં એક સમય લાગે છે. જીવની અનાહારક દશા એકથી બે સમય સુધીની હોય છે. ઋજુગતિવાળા જીવને અનાહારક દશા હોતી નથી. | ભાવાર્થ : જીવ એક ગતિમાંથી નીકળી બીજી ગતિમાં જઈ જન્મ ગ્રહણ કરે છે તે અંતરાલ ગતિ છે. જીવ અને પુદ્ગલ એ બંનેમાં ગતિ કરવાની શક્તિ છે; અને નિમિત્ત મળતાં તે ગતિ શરૂ કરે છે. જીવની સ્વાભાવિક ગતિ ઋજુ-સરલરેખામાં અને ઉદર્વ હોય છે. પુદ્ગલની ગતિ અધો અને અનિશ્ચિત હોય છે. અહિં જીવની ગતિનો વિચાર કરવાનો છે. કર્મરૂપ બાહ્ય ઉપાધિના કારણે જીવને વિગ્રહગતિ હોય છે. સરલ યા જાગતિ એ છે કે, જેમાં આકાશ ક્ષેત્રમાં રહેલ જીવ યા પુદ્ગલ તેજ ક્ષેત્રની સરલરેખામાં ઉંચે, નીચે કે તિરછી ગતિ કરે છે. બીજી રીતે કહેતાં પૂર્વ સ્થાનથી નવા સ્થાને પહોંચતા સુધીમાં ગતિ કરતાં જેમાં સરલરેખાનો ભંગ ન થાય તે જુગતિ છે. સૂત્રકાર ગતિને અનુશ્રેણિ-શ્રેણિની સરલ રેખાનુસાર જણાવે છે. ગતિને સરલ કહેતાં એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રતિઘાત યા નિમિત્તના કારણે વિગ્રહગતિ પણ હોય છે. આવા વિગ્રહની સંખ્યા જીવની બાબતમાં વધારેમાં વધારે ત્રણ સુધી મર્યાદિત છે; જ્યારે પુગલની બાબતમાં વળાંકની સંખ્યા મર્યાદિત નથી. વિગ્રહ ગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાને પહોંચતા ઓછામાં ઓછો એક કે વધારે વળાંક લેવા પડે છે.
જીવ પૂર્વ સ્થાને દેહ છોડી-નવા સ્થાને જન્મે છે અથવા