Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૯૧
તત્વાર્થાધિગમસૂત્ર ગણાય છે; પરંતુ સમય, આવલી, આદિ સૂક્ષ્મકાળ વિભાગ તેનાથી જણાતા નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો કાળ દિવસ, અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો કાળ રાત્રી છે. દિવસ રાતનો ત્રીશમો ભાગ તે મુહૂર્ત છે. પંદર દિવસરાતનો પક્ષ છે. બે પક્ષનો માસ છે. બે માસની ઋતુ છે. ત્રણ ઋતુનું અયન છે. બે અયનનું વર્ષ છે. પાંચ વર્ષનો યુગ છે. પસાર થયેલ કાળ ભૂતકાળ, પ્રવર્તતો કાળ વર્તમાનકાળ અને આવતો કાળ તે ભવિષ્યકાળ છે. ગણી શકાતો કાળ તે સંખ્યાત, ન ગણી શકાતો પણ ઉપમા દ્વારા સમજાતો કાળ તે અસંખ્યાત અને અંત વિનાનો કાળ તે અનંતકાળ છે. પલ્યોપમ, સાગરોપમ આદિ કાળગણના અસંખ્યાત કાળમાં ગણાય છે.
મનુષ્યલોકની બહાર રહેલ સૂર્ય આદિના વિમાન સ્થિર છે અને સ્વભાવથી એક જગ્યાએ રહે છે; તેથી તે સ્થિર જ્યોતિષ્ક ગણાય છે. તેની વેશ્યા, વર્ણ અને પ્રકાશ લાખ યોજન પ્રમાણ જગામાં સ્થિર રહે છે. વૈમાનિક દેવોનાં સ્થાન અને પ્રકાર : સૂત્ર - વૈમાનિવાર ૨૭ના
कल्पोपपन्नाः कल्पातीताश्च ॥१८॥ ૩પપરિ II सौधर्मे-शान-सनत्कुमार-माहेन्द्र-बह्मलोक-लान्तकमहाशुक्र-सहस्त्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजय-वैजयन्त-जयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ॥२०॥