Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૮૯ લોકબાહિર સ્થિર રહેતા, દેવ જ્યોતિષી સર્વદા, સમય, આવલી, પક્ષ વધતે, કાળ કળના નહિં કદા; ભવનપતિ વળી દેવવ્યંતર, દેવજ્યોતિષ વર્ણવ્યા, ભેદને પ્રભેદ ભેદો, સૂત્ર અર્થે પાઠવ્યા. (૧૦)
અર્થઃ જ્યોતિષ્ઠદેવના પાંચ ભેદ છે : (૧) સૂર્ય, (૨) ચન્દ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર (૫) અને તારા, એ સર્વ મનુષ્યલોકમાં મેરુની આસપાસ નિરંતર ગતિ કરે છે. તે કારણે રાત, દિવસ, પક્ષ, માસ, આદિ ભૂલ કાલવિભાગ થાય છે. લોક બહારના જયોતિષ્કદેવો સ્થિર હોય છે; ત્યાં રાત, દિવસ, પક્ષ, માસ, આદિ વ્યવહારિક કાળ ગણના નથી. આમ સૂત્રાનુસાર ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક એ ત્રણ નિકાયના દેવોના ભેદ પ્રભેદ જણાવ્યા. | ભાવાર્થ ઃ મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૭૯૦ યોજને
જ્યોતિષ્કનો આરંભ થઈ ૯૦૦ યોજને પૂરો થાય છે; પરંતુ તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી અર્થાત્ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર સુધી છે, તેમનાં સ્થાન મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્ય, ૮૮૦ યોજને ચંદ્ર, અને ૮૮૦ યોજનથી ૯૦૦ યોજનમાં ગ્રહ, નક્ષત્ર અને પરચૂરણ તારા આવેલા છે. આ સર્વ સૂર્ય ચન્દ્રની આસપાસ ગતિ કરે છે, તે નિયતચારી કહેવાય છે.
મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૮૮૪ યોજન નક્ષત્ર, ૮૮૮ યોજને બુધ ગ્રહ, ૮૯૧ યોજને શુક્ર, ૮૯૪ યોજને ગુર, ૮૯૭ યોજને મંગળ અને ૯૦૦ યોજને શનિ એમ ગ્રહોનું સ્થાન છે. પ્રકાશમાન અને પ્રકાશિત વિમાનમાં રહેનાર આ સર્વ જ્યોતિષ્ક કહેવાય છે, તેમના મુકુટોમાં પ્રભામંડલ જેવાં ઉજવલ તે તે