Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૫૭
હોવાથી વધારે જગ્યા રોકે છે; જ્યારે કાપડ સૂક્ષ્મ પરિણામી હોવાથી ઓછી જગ્યા રોકે છે. વળી સુતર અને કાપડનું વજન સ૨ખું હોવા છતાં સુતરમાં જેટલા પરમાણુ છે તેથી કાપડમાં વધારે પરમાણુ હોય છે.
: -
પરમાણુ જ્યાં સુધી વિભક્ત હોય ત્યાં સુધી શરીર બનતું નથી; પરમાણુનો સમૂહ જે સ્કંધ કહેવાય છે તેનાથી શરીર બને છે. આ દરેક સ્કંધ અનંત પરમાણુના બનેલા હોય છે. સ્કંધોથી શરીરનું નિર્માણ થાય છે તે આરંભક દ્રવ્ય કહેવાય છે. પૂર્વ શરીર કરતાં ઉત્તરોત્તર શરીરમાં આરંભક દ્રવ્ય તરીકે વધારે ને વધારે પરમાણુ હોય છે. ઔદારિક શરીરની રચનામાં અનંત પરમાણુના બનેલા અસંખ્ય સ્કંધો હોય છે. વૈક્રિય શરીરની રચનામાં ઔદારિક શરીર રચનામાં વપરાતા સ્કંધો કરતાં અસંખ્ય ઘણા વધારે તેવા સ્કંધો હોય છે. તેજ રીતે આહારક શરીર રચનામાં વૈક્રિય શરીર કરતાં અસંખ્ય ગુણ અધિક સ્કંધો હોય છે. તૈજસ્ શરીરની રચનામાં આહારક શરીરના સ્કંધો કરતાં અનંતગણા અધિક સ્કંધો હોય છે. કાર્મણ શરીરની રચનામાં તૈજસ શરીરના સ્કંધો કરતાં અનંતગુણ અધિક સ્કંધો હોય છે. આમ પૂર્વ પૂર્વ શરીરની અપેક્ષાએ ઉત્તરોત્તર શરીરનું આરંભક દ્રવ્ય અધિક અધિકતર હોય છે; પરંતુ પરિણમનની વિચિત્રતાના કા૨ણે ઉત્તરોત્તર શરીર પૂર્વ પૂર્વ શરીર કરતાં સૂક્ષ્મ સૂક્ષ્મતર હોય છે.
ઉપરોક્ત પાંચ શરીરમાંના છેલ્લા બેમાં કેટલીક વિશેષતા છે. તૈજસ્ અને કાર્પણ શ૨ી૨ સમગ્ર લોકમાં પ્રતિઘાત પામતા નથી, એટલે કઠણમાં કઠણ વજ્ર પણ તેની ગતિ રોકી શકતું નથી; કારણ કે તે સૂક્ષ્મ શરીર રોકાણ વિના સર્વત્ર ગતિ કરી શકે છે. આહારક અને વૈક્રિય શરીર ઔદારિકથી સૂક્ષ્મ હોવાથી