Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૬૭
અર્થ : રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમઃપ્રભા અને મહાતમઃપ્રભા એ સાત નારકભૂમિ છે. તે દરેક અનુક્રમે ઘનોધિ, ઘનવાત, તનવાત અને આકાશ પર પ્રતિષ્ઠિત છે. દરેક નારકભૂમિ એકબીજાની નીચે અને પૃથુપૃથુતર છે. આ નારકભૂમિમાં ન૨કાવાસ ના૨ક જીવને ૨હેવાનાં સ્થાન છે. નિરંતર અશુભલેશ્યા, પરિણામ દેહ, વેદના અને વિક્રિયા તે જીવોને હોય છે : પ્રમાણમાં ઉત્તરોત્તર વધ્યા કરે છે.
ભાવાર્થ : લોકના ત્રણ વિભાગ છે. (૧) અધઃ - નીચેનો (૨) મધ્યમ અને (૩) ઉપરનો. મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૯૦૦ યોજનથી નીચે તે પ્રદેશનો અધો લોક છે. મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૯૦૦ યોજન નીચે અને ૯૦૦ યોજન-ઉપર એમ ૧૮૦૦ યોજન પ્રદેશ તે મધ્યલોક છે. મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૯૦૦ યોજન ઉપરનો પ્રદેશ ઊર્ધ્વલોક છે. અધોલોક ઉંધા પાડેલ શરાવ-કોડિયા જેવો એટલે ઉપરથી સાંકડો અને નીચે નીચે વિસ્તરતો છે. મધ્યલોક ઝાલરની માફક સમાન લંબાઈ પહોળાઈવાળો ગોળ છે. ઉર્ધ્વલોક પખાજ જેવો એટલે ચત્તા શરાવ પર ઉંધુ શરાવ મૂકતાં જે આકાર થાય તેવો છે. ઉર્ધ્વલોકના ટોચ અને તળીયા એ બે સાંકડા છે અને વચ્ચેનો ભાગ અનુક્રમે ઉપર અને નીચેથી વિસ્તરતો છે.
અધોલોકમાં સાત નારકભૂમિ છે, (૧) રત્નપ્રધાનરત્નપ્રભા, (૨) કંકરપ્રધાન-શર્કરાપ્રભા, (૩) રેતીપ્રધાનવાલુકાપ્રભા, (૪) કાદવપ્રધાન-પંકપ્રભા, (૫) ધૂમપ્રધાનધૂમપ્રભા, (૬) અંધકારપ્રધાન-તમઃપ્રભા અને (૭) ધનઅંધકારપ્રધાન તે મહાતમઃપ્રભા. આ નારકભૂમિમાં આવેલ નરકાવાસમાં નારકજીવોનો વાસ છે. આ નારકભૂમિઓ સમતલ