Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
2મનુષ્ય અને 3 ચોથા અધ્યકમનું હોય છે
તત્વાર્થાધિગમસૂત્ર
૭૧ આયુષ્ય બે પ્રકારના છે. (૧) જઘન્ય-ઓછામાં ઓછું અને (૨) ઉત્કૃષ્ટ-વધારેમાં વધારે. પહેલીથી સાતમી નારકભૂમિના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક સાગરોપમ, ત્રણ સાગરોપમ, સાત સાગરોપમ, દશ સાગરોપમ, સત્તર સાગરોપમ, બાવીશ સાગરોપમ, અને તેત્રીશ સાગરોપમનું હોય છે. આ જીવોનું જઘન્ય-આયુષ્ય ચોથા અધ્યાયમાં કહેવાશે.
મનુષ્ય અને તિર્યંચ એ બે પ્રકારના જીવો મરણ પછી નારકભૂમિમાં જન્મે છે. નારકજીવ મરણ પામી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જન્મ પામે છે. આમ આ જીવોની ગતિ આગતિ મનુષ્ય અને તિર્યંચ જાતિ સુધી મર્યાદિત છે. અસંજ્ઞીમન વિનાના જીવ પહેલી નારક સુધી, ભુજપરિસર્પ-હાથ વડે ચાલતા જીવ બે નારક સુધી, પક્ષી-પાંખવાળા જીવ ત્રણ નારક સુધી, સિંહ ચાર નારક સુધી, ઉરગ-પેટે ચાલતા જીવ પાંચ નારક સુધી, સ્ત્રી છ નારક સુધી, અને મનુષ્ય સાત નારક સુધી મરણ પછી ગતિ કરી શકે છે. પહેલી ત્રણ નારકભૂમિમાંથી નીકળેલ જીવ તીર્થંકર પદ અને પહેલી ચાર નારકભૂમિમાંથી નીકળેલ જીવ મોક્ષપદ પામી શકે છે; પહેલી પાંચ નારકભૂમિમાંથી નીકળેલ જીવ સર્વ વિરતચારિત્ર અને પહેલી જ નારકભૂમિમાંથી નીકળેલ જીવ દેશવિરતિ ચારિત્ર મેળવી શકે છે. સાતે નારકભૂમિમાંથી નિકળેલ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરી શકે છે.
પહેલી નારકભૂમિ રત્નપ્રભાર્નો કેટલોક ભાગ મધ્યલોક સાથે સંલગ્ન હોવાથી તેમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, સરોવર, ગામ, શહેર આદિ તેમજ તિર્યચ, મનુષ્ય, દેવ આદિનો સંભવ છે. બાકીની નારકભૂમિમાં તે કોઈનો સંભવ નથી; આ સામાન્ય નિયમને પણ અપવાદ છે. કેવલી સમુદ્ધાત કરતો જીવ પોતાના