Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૬૮
તત્વાર્થાધિગમસૂત્ર નથી; પરંતુ એકબીજાની નીચે છે. અનુક્રમે તે દરેક લંબાઈ તથા પહોળાઈમાં વિસ્તાર પામે છે. સાતે નારકભૂમિ એકબીજાની નીચે હોવા છતાં એકબીજાને સ્પર્શતી નથી; કારણ કે દરેક નારકભૂમિના વચ્ચેના અંતરમાં ઘનોદધિ, ધનવાત, તનવાત અને આકાશ રહેલાં છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે : (૧) સૌથી ઉપરનો ૧૬000 યોજનાનો રત્નપ્રધાનકાંડ () ૮૪000 યોજના મધ્યમનો પંકબહુલકાંડ. અને (૩) સૌથી નીચેનો ૮0000 યોજનાનો જલબહુલકાંડ. આમ પહેલી ભૂમિ ૧,૮૦,૦૦૦ યોજન જાડી છે. બાકીની નારકભૂમિના વિભાગો નથી. તે પછીની - નારકભૂમિની જાડાઈ અનુક્રમે ૧,૩૨,000 યોજન; ૧,૨૮,૦૦૦ યોજ!; ૧,૨૦,૦૦૦ યોજન; ૧,૧૮,૦૦૦ યોજન; ૧,૧૬,૦00 યોજન અને ૧,૦૮,૦૦૦ યોજન એ પ્રમાણે છે. આ દરેક નારકભૂમિનાં આંતરામાં ૨૦,૦૦૦ યોજનાના દરેક એવા સાત ઘનોદધિ વલય કુંડાળા હોય છે; તેની નીચે સાત ધનવાત વલય અને તેની નીચે સાત તનવાત વલય હોય છે. આ તનવાત વલયની નીચે અસંખ્યાત યોજન પ્રમાણ આકાશવલય હોય છે; આકાશ પોતે સ્વયંપ્રતિષ્ઠિત છે.
સાતે નરકભૂમિની ઉપર અને નીચેના ૧,૦૦૦ એમ ૨,000 યોજન સિવાયના બાકીના ભાગમાં નરકાવાસ રહેલા છે; જેમાં નારકજીવો વસે છે, રત્નપ્રભાના પહેલા સીમંતક નરકાવાસથી મહાતમપ્રભાના છેલ્લા અપ્રતિષ્ઠાન નરકાવાસ વજના-છરાની ધાર સમાન તીક્ષ્ણ હોય છે, તેમાંના કેટલાક ગોળ, કેટલાક ત્રિકોણ, કેટલાક ચોરસ, કેટલાક હાંડલા જેવા અને કેટલાક લોખંડના ઘડા જેવા એમ જુદા જુદા આકારના હોય છે.