Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
निरुपभोगमन्त्यम् ॥४५॥ गर्भसम्मूर्छनजमाद्यम् ॥४६॥ वैकियमौपपातिकम् ॥४७॥ लब्धिप्रत्ययं च ॥४८॥ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्व
થરચૈવ ૪૨ અનુવાદ ઃ શરીર ઔદારીક, વૈક્રિય અને આહારક ત્રીજાં,
જઠરમાં જ રહે તૈજસ્ કહ્યું, કાર્મણ પાંચમું ઉત્તરોત્તર સૂક્ષ્મ પાંચે, તૈજસ સુધીનાં ત્રણ કહ્યાં, પ્રદેશથી અગણિત ગુણા, અંતિમ બે અનંતા લહ્યા. (૧૭) વગર પ્રતિઘાત કરે, ગમનાગમન સર્વત્ર છે, સમ્બન્ધ કાળ અનાદિનો છે આત્મ સાથે એ વિષે; સર્વ સંસારી જીવો એ, બે શરીર ધરે સદા, વિકલ્પથી હોય ચાર શરીરો એક સાથે એકદા. (૧૮) ઉપભોગ સુખ દુઃખનો નથી, કાર્મણ શરીરમાં સર્વથા, ઉત્પત્તિ ઔદારિકતણી કહી, ગર્ભ, સંપૂર્ઝન તથા; ઉપપાતથી ઉપજે શરીર, વૈક્રિય વળી લબ્ધિ વડે શુભ, શુદ્ધ, અવ્યાઘાતી, ત્રીજું ચૌદપૂર્વી મુનિ વડે. (૧૯)
અર્થ : ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એ શરીરના પાંચ પ્રકાર છે. કાર્પણ શરીર કર્મરૂપે છે; તૈજસ શરીર જઠરમાં રહેલું છે, આ પાંચે શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મતર છે, પહેલાં ત્રણ પ્રદેશથી અસંખ્ય અસંખ્ય ગુણ ઉત્તરોત્તર વધારે છે; અને છેલ્લાં બે પ્રદેશથી ઉત્તરોત્તર અનંત ગુણ વધારે છે. છેલ્લાં બે શરીર પ્રતિઘાત વિના ગમનાગમન કરવાના સ્વભાવવાળા છે; તે બેનો આત્મા સાથે અનાદિ સંબંધ છે.