Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમ સત્ર ઇચ્છા તે ભાવ જીવે છે. જેનામાં કેટલાંક ચિત્ર સ્ત્રીનાં અને કેટલાંક પુરુષનાં હોય તે દ્રવ્ય નપુંસકવેદ; અને સ્ત્રીપુરુષ એ બંનેના સંસર્ગની ઇચ્છા તે ભાવ નપુંસકવેદ છે. દ્રવ્ય વેદ પૌદ્ગલિક આકૃતિરૂપ હોવાથી નામર્કમના ઉદયનું ફળ છે; અને ભાવવેદ મનોવિકારરૂપ હોવાથી મોહનીય કર્મના ઉદયનું ફળ છે. દ્રવ્યવેદ અને ભાવવેદ વચ્ચે વિશેષતા સાધન સાધ્યરૂપે સમજવી.
પુરુષવેદનો વિકાર ઘાસના અગ્નિમાફક ઓછો સ્થાયી હોય છે; સ્ત્રીવેદનો વિકાર ખેરના અંગારા જેવો અધિકસ્થાયી હોય છે; અને નપુંસકવેદનો વિકારે તપેલી ઈંટની માફક ચિરસ્થાયી હોય છે. નારક અને સંમૂર્ણિમ જીવોને નપુંસકવેદ હોય છે. દેવોને પુરુષ અને સ્ત્રીવેદ એમ બે વેદ હોય છે. બાકીના સર્વ જીવોનેગર્ભજ મનુષ્ય અને તિર્યંચને ત્રણ વેદ હોય છે. સ્ત્રીના કોમલ ભાવને પુરુષના કઠોર ભાવની, પુરુષના કઠોર ભાવને સ્ત્રીના કોમલ ભાવની અને નપુંસકને બંને ભાવોના મિશ્રણની અપેક્ષા રહેતી હોય છે. તૂટે અને તૂટે નહિ તેવું આયુષ્ય : सूत्रः - औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षा
युषोऽनपवर्त्त्यायुषः ॥५२॥ અનુવાદ : શરીરના સંયોગવાળા, કાળને આયુ કહ્યું;
ઘટે તે અપવર્તનીય ને, ઘટે નહિ તે બીજું કહ્યું, અનપવર્તનયુક્ત જીવિત ધરે નારકી દેવતા, ચરમ શરીરી, પુરુષ ઉત્તમ, ને અસંખ્ય સમાયુષા. (૨૧)
અર્થ : શરીરના સંયોગકાળને આયુષ્ય કહે છે. જે આયુષ્ય ઘટી શકે તે અપવર્તનીય, અને તેનાથી ઉછું અનાવર્તનીય એમ આયુષ્યના બે પ્રકાર છે. નારક, દેવતા, ચરમશરીરી, ઉત્તમપુરુષ,