Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
| | અધ્યાય ૧લી
|
એક માર્ગ :
સૂત્ર - ગનજ્ઞાનદાદfor મોક્ષમાર્ગ અનુવાદઃ મુક્તિ મંદિર ગમન કરવા માર્ગ વીરે ઉપદિશ્યો,
શ્રવણ કરીને ભવ્યજીવે હૃદયમાંહે સહ્યો; સાચી શ્રદ્ધા જ્ઞાન સાચું ચરણ સાચું આદરો, શિથિલ કરીને કર્મબંધન, મુક્તિમાર્ગે સંચરો (૨)
અર્થ : ભગવાન્ મહાવીરસ્વામીએ મુક્તિ પ્રાપ્ત કરવાનો જે માર્ગ દર્શાવ્યો છે તે ભવ્યજીવો સાંભળીને સ્વીકારે છે. વિવેકપ્રધાન શ્રદ્ધા, વિવેકપ્રધાન જ્ઞાન અને વિવેકપ્રધાન ચારિત્ર એ ત્રણના આદરરૂપ એ માર્ગ છે. તેનાથી કર્મબંધન શિથિલ થાય છે. જ્યારે બધાં કર્મો નષ્ટ થાય છે, ત્યારે મોક્ષ મળે છે. તે
ભાવાર્થ: સમ્યદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્ર એ ત્રણે જ્યારે જીવ એકી સમયે પ્રાપ્ત કરે છે, ત્યારે તે તેને માટે મોક્ષનો માર્ગ બને છે. સમ્યગદર્શન હોય ત્યારે સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચરિત્ર હોય કે ન પણ હોય. સમ્યગુજ્ઞાન હોય ત્યારે સમ્યગુદર્શન તો હોય છે, પરંતુ-સમ્મચારિત્ર હોય કે ન પણ હોય. સમ્યગુચારિત્ર હોય ત્યારે સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાન હોય છે. સર્વાગી સંપૂર્ણ વિકાસ-અર્થાત્ જ્ઞાન અને વીતરાગ ભાવની સર્વોત્કૃષ્ટતા તે મોક્ષ છે. सूत्र-तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥२॥
નિયમિત રૂા સમ્યગદર્શનની વ્યાખ્યા : અનુવાદ : તત્ત્વભૂત પદાર્થ કેરી રુચિ અંતર વિસ્તરે,
એ શુદ્ધદર્શન પ્રગટ થાતાં ભવિક ભવથી નિસ્તરે;