Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
પરિણામે જીવોને દુઃખ મુક્ત ક૨વાની ભાવના અને તદર્થે થતી પ્રવૃત્તિ તે અનુકમ્પા છે; પરોક્ષ છતાં યુક્તિ, પ્રમાણ, નય આદિ દ્વારા સિદ્ધ થતા જીવ આદિ પદાર્થનો સ્વીકાર તે આસ્તિકય છે.
શ્રદ્ધા માત્રનું અંતિમ પ્રમાણ અવલોકન, અનુભવ અને આધાર છે. તર્ક અને બુદ્ધિ જેમ શ્રદ્ધાનુસારી હોય છે; તેમજ તે અનુભવની પુરોગામી પણ હોઈ શકે છે. વિદ્યાર્થી થતા લાભનો બાળકને અનુભવ નથી; પરંતુ કલ્પના દ્વારા તેથી થતા લાભની તે સ્થાપના કરે છે, તો તે વિદ્યાથી થતા લાભ મેળવી જીવન દરમિયાન અવલોકન, અનુભવ અને આધાર દ્વારા પોતાની પુરોગામી શ્રદ્ધાને કસોટીપરક બનાવે છે. આ રીતે જ વિકાસ શક્ય છે.
આગમ અને સિદ્ધાંત :
જેમ વડીલ એ બાળકના આપ્તજન છે, જે તેને પુરોગામી શ્રદ્ધા કરાવી વિદ્યા વડે તેનો વિકાસ કરવામાં મદદગાર બને છે તેમ આપ્તજનનાં વચનરૂપ ‘આ +ગમ'' આગમમાં શ્રદ્ધા રાખવાનું પ્રાપ્ત થાય છે. શિષ્ટ અને પ્રખર પુરુષાર્થી પોતાના પ્રખર ત્યાગ, સંયમ, તપ આદિ દ્વારા જે અવલોકન, અનુભવ અને આધાર દ્વારા સત્ય જ્ઞાન મેળવે છે, તે જ તેઓ નિઃસ્વાર્થપણે લોકહિત અર્થે ઉપદેશે છે. પૂર્વપુરુષના આવા અનુભવવચનનો સંગ્રહ તે જ આગમન. આ વિષયના અજ્ઞાત બાલજીવો આમાં પુરોગામી શ્રદ્ધા રાખી ચાલે તો પોતે પોતાની શ્રદ્ધાને અવલોકન, અનુભવ અને આધાર દ્વારા કસોટીપરક બનાવી સત્ય જ્ઞાનમય બનાવી શકે છે; આભમ થતાં તેના માટે તે સિદ્ધ +અંત =સિદ્ધાંત બને છે. સિદ્ધાંત એ સનાતન સત્ય છે.
શ્રદ્ધા એ જીવના મુખ્ય ગુણને સ્થિર કરી વિકસાવવાનું