Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૩
શબ્દો છે; શબ્દમાં જો કે અંતર છે, છતાં તેના અર્થમાં અંતર નથી. વર્તમાન કાળના વિષયને સ્વીકારનાર જ્ઞાન તે મતિજ્ઞાન છે. શબ્દાંતર :
ભાવાર્થ : મતિ જ્ઞાન એ પહેલું જ્ઞાન છે. બુદ્ધિ એ મતિ છે, સ્મરણશક્તિ તે સ્મૃતિ છે, સંકેત તે સંજ્ઞા છે, ભૂતકાળના અનુભવની સાથે વર્તમાનકાળના અનુભવની તુલના તે ચિંતા છે. આ સર્વનો સમાનાર્થવાચક શબ્દ તે આભિનિબોધ છે.
મતિજ્ઞાન વર્તમાનકાલીન, અને સ્મૃતિ ભૂતકાલીન છે. સંજ્ઞા અને ચિન્તા એ બે ભૂતકાળ અને વર્તમાનકાળના સમન્વય રૂપ છે, શબ્દાર્થમાં આમ તફાવત દેખાવા છતાં દરેક પ્રવૃત્તિમાં વર્તમાનકાલીન હોવાથી મતિજ્ઞાન વર્તમાનકાળવિષયક હોય છે; ભૂતકાળ અને ભવિષ્યકાળના વિષયોને મતિજ્ઞાન ગ્રહણ કરતું નથી. ઉપરોક્ત દરેક પ્રકારે થતાં જ્ઞાનમાં મતિજ્ઞાનાવરણ કર્મોનો ક્ષયોપશમ એ એક સમાન અંતરંગ કારણ છે.
सूत्र
तदिन्द्रियाऽनिन्द्रियनिमित्तम् ॥१४॥
अवग्रहेहापायधारणाः ॥१५॥
અનુવાદ : મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કહ્યાં છે બે કારણો, ઇંદ્રિય કારણ પ્રથમ છે ને મન તે બીજું સૂણો; તે જ્ઞાનના છે ચાર ભેદો અવગ્રહ, ઈહા વળી, અપાય ને છે ધારણા, જે બુદ્ધિ સાધે નિર્મળી. (૧૧)
સાધન અને પ્રકાર :
અર્થ : મતિજ્ઞાનની ઉત્પત્તિનાં બે કારણ છે. (૧) ઇંદ્રિયો અને (૨) મન. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ મતિજ્ઞાનના ભેદ બુદ્ધિને નિર્મળ કરનાર છે.