Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૨
તત્વાર્થાધિગમસૂત્ર ' અર્થ ઃ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ જ્ઞાનના પાંચ પ્રકાર છે, જ્ઞાન એજ પ્રમાણ છે. પહેલાં બે જ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ અને બાકીના ત્રણ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે.
: ભાવાર્થઃ પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા થતું વર્તમાનવિષયક જ્ઞાન તે મતિ જ્ઞાન છે; પઠન, પાઠન, સ્મરણ, શ્રવણ, આદિ દ્વારા થતું ત્રિકાલવિષયક જ્ઞાન તે શ્રુત જ્ઞાન છે; મર્યાદિત આત્મપ્રત્યક્ષ જ્ઞાન તે અવધિજ્ઞાન છે; મનના પર્યાયો દ્વારા થતું મર્યાદિત આત્મપ્રત્યક્ષ જ્ઞાન તે મન:પર્યાય જ્ઞાન છે; વિષય અને પર્યાય એ બંનેમાં અમર્યાદિત આત્મપ્રત્યક્ષ જ્ઞાન તે કેવલજ્ઞાન છે. આ જ્ઞાન પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણરૂપે વહેંચાયેલા છે; મતિ અને શ્રત એ બે પરોક્ષ પ્રમાણરૂપ; અને અવધિ, મન:પર્યાય, અને કેવલ એ ત્રણ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે.
અન્ય દર્શનકારો ઇન્દ્રિય અને મન દ્વારા થતાં મતિ અને શ્રુત એ બે જ્ઞાનને પ્રત્યક્ષ અને બાકીનાને પરોક્ષ પ્રમાણ ગણે છે. જૈનદર્શન માત્મ પ્રત્યક્ષજ્ઞાનને પ્રત્યક્ષ અને પાંચ ઇન્દ્રિય અને મનથી થતાં જ્ઞાનને-પરોક્ષ પ્રમાણ ગણે છે; કારણ કે ઇન્દ્રિય અને મન એ આત્મા નથી, પણ જ્ઞાનનાં સાધન માત્ર છે. મતિજ્ઞાન : सूत्र - मतिःस्मृतिःसंज्ञाचिन्ताऽऽभिनिबोधइत्यनर्थान्तरम् ॥१३॥ અનુવાદ : મતિ તણા પર્યાય નામો અનેક ગ્રંથે પાઠવ્યાં, | | મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા, અભિનિબોધિક તે કહ્યાં;
શબ્દથી અંતર થતો પણ અર્થથી અંતર નહિ, વિષય ચાલુ કાળનો જે ગ્રહે તે હિમતિ કહી. (૧૦) અર્થઃ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, આભિનિબોધ એ પર્યાય