Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાધિગમસૂત્ર
૩૭. શુક્લ એ છ લેગ્યા એ એકવીશ પ્રગટ થાય છે.
દ્રવ્યના પરિણામોનું પરિણમન તે પારિણામિક ભાવપરિણામરૂપ છે. જીવત્વ-ચેતનશક્તિ, ભવ્યત્વ-મોક્ષ માટે લાયકાત અને અભવ્યત્વ-મોક્ષ માટે લાયકાતનો અભાવ એ ત્રણ આત્માના સ્વાભાવિક પરિણામના કારણે પ્રગટે છે. આ ત્રણ અનાદિસિદ્ધ છે.
અજીવમાં માત્ર પુગલ સ્કંધમાં ઔદયિક અને પારિણામિક એ બંને ભાવ વર્તે છે; જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ દરેકમાં માત્ર પરિણામિક ભાવ હોય છે. આ સંસારી અને મુક્ત એ બે પ્રકારના જીવ છે; ઉપરોક્ત પાંચ પ્રકારમાંના કોઈને કોઈ પ્રકારના ભાવો એ બંને પ્રકારના જીવોને હોય છે. મુક્ત જીવોને ક્ષાયિક અને પરિણામિક એ બે ભાવ હોય છે; સંસારી જીવોમાં કેટલાકને ત્રણ, કેટલાકને ચાર અને કેટલાકને પાંચ ભાવ હોય છે. સર્વ જીવોને પાંચે ભાવ હોવાનો કોઈ નિયમ નથી; પરંતુ કેટલાકને પાંચે ભાવ હોઈ શકે છે.
પારિણામિક ભાવના ઉપરોક્ત ત્રણ ભેદ એ જીવના અસાધારણ-વિશેષભાવ છે; કે જે સંસારી અને મુક્ત એ બંને પ્રકારના જીવોને લાગુ પડે છે. આ ઉપરાંત પણ પારિણામિક ભાવોનાં ભેદો છે; જે જીવ અજીવ એ બંનેને લાગુ પડે છે. ઉદા) અસ્તિત્વ, અન્યત્વ, ભોકતૃત્વ, પ્રદેશત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, અસર્વગત્વ, અરૂપત્વ અને રૂપ– આદિ. सूत्रः - उपयोगो लक्षणम् ॥८॥
સ વિવિધષ્ઠacર્મે ? અનુવાદ :