Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૪૫ કષાયેલો, (૪) તિક્ત-તીખો અને (૫) ખાટો. રસનેન્દ્રિયથી આ પાંચ પ્રકારના રસનું જ્ઞાન થાય છે. ગંધ બે પ્રકારનાં છે. (૧) સુગંધ અને (૨) દુર્ગધ. ધ્રાણેન્દ્રિયથી આ બે પ્રકારનાં ગંધનું જ્ઞાન થાય છે. વર્ણ પાંચ પ્રકારના છે. (૧) સફેદ, (૨) પીત-પીળો, (૩) કાળો, (૪) લાલ અને (૫) નીલ-લીલો. ચક્ષુરિન્દ્રિયથી આ પાંચ પ્રકારના વર્ણનું જ્ઞાન થાય છે. આ ઉપરાંત ચક્ષુથી આકાર પણ પારખી શકાય છે. શબ્દ બે પ્રકારના છે. (૧) પ્રયોગ અને (૨) વૈ×સિક. જીવન પ્રયત્નથી જે શબ્દ ઉદ્ભવે છે તે પ્રયોગજ શબ્દ છે. તેના છ પ્રકાર છે. (૧) ભાષા, (૨) તત-ચામડાથી લપેટેલ વાદ્યનો અવાજ, (૩) વિતત-તારવાળા વાદ્યનો અવાજ, (૪) ઘન-ઘંટ આદિનો શબ્દ, (૫) સુષિર-કુંક મારી વગાડાતા વાદ્યનો અવાજ અને (૬) સંઘર્ષ - એક બીજાની અથડામણથી થતો શબ્દ. કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના થતો અવાજ તે વૈગ્નસિક શબ્દ છે : ઉદા. મેઘગર્જના.
દરેક પદાર્થમાં ઇન્દ્રિયોના પાંચે વિષય તો હોય છે; છતાં કેટલાકમાં પાંચ વિષય ઉત્કટ હોય છે, તો કેટલાકમાં ચાર, ત્રણ, બે કે એક ઉત્કટ હોય છે. ઈન્દ્રિયોથી ઉત્કટ પર્યાય જલ્દી ગ્રહણ કરી શકાય છે; અને અનુત્કટ પર્યાય ધીમેથી ગ્રહણ કરી શકાય છે, નહિવત્ એવા કેટલાક પર્યાય ઈન્દ્રિયથી જાણી પણ શકાતા નથી. ઈન્દ્રિયોની ગ્રાહ્ય શક્તિ પણ સર્વની એકસરખી હોતી નથી; તે ઇન્દ્રિયની પૂર્ણતા, અપૂર્ણતા તથા ક્ષાયોપશમ ઉપર આધાર રાખે છે.
ઇન્દ્રિયો જ્ઞાન મેળવવાનું બાહ્ય સાધન છે; તે રીતે મન એ અંતરંગ સાધન છે. મનનો વિષય બાહ્ય ઇન્દ્રિયોની માફક પરિમિત નથી. બાહ્ય ઇન્દ્રિયો માત્ર રૂપી પદાર્થ અને તેના .