Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
(
૪૩ (૧) સ્પર્શ, (૨) રસ, (૩) ગંધ, (૪) વર્ણ અને (૫) શબ્દ એ પ્રમાણે છે; તેને અર્થ પણ કહે છે. ઇંદ્રિયના ઉપયોગથી વિષય જાણી-શકાય છે. મન અનિન્દ્રિય છે અને તેનો વિષય શ્રુતજ્ઞાન છે. મનના પુદ્ગલો દેહમાં સર્વત્ર વ્યાપેલા છે. | ભાવાર્થ : જ્ઞાનેન્દ્રિય પાંચ છે. સર્વ સંસારી જીવને પાંચ ઇંદ્રિયો હોતી નથી; કેટલાકને એક, કેટલાકને બે, કેટલાકને ત્રણ કેટલાકને ચાર અને કેટલાકને પાંચ ઇન્દ્રિયો હોય છે; તે અનુક્રમે એકેન્દ્રિય, બેઇદ્રિય, તે ઇંદ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય એ રીતે ઓળખાય છે.
અન્ય શાસ્ત્રોમાં પાંચ કર્મેન્દ્રિયો પણ બતાવી છે જે અનુક્રમે વાક-વાયા, પાણિ-હાથ, પાદ-પગ, પાયુ-ગુદા અને ઉપસ્થ-લિંગ એ પ્રમાણે છે. જીવનનિર્વાહમાં ઉપયોગી જ્ઞાન જેનાથી થઈ શકે તે જ્ઞાનેન્દ્રિય છે; જીવનનિર્વાહ ચલાવવા અર્થે આહાર, વિહાર, નિહાર આદિ ક્રિયા જેનાથી થઈ શકે તે કર્મેન્દ્રિય છે. અહીં આપણે માત્ર જ્ઞાનેન્દ્રિયનો વિચાર કરવાનો છે.
ઇંદ્રિયના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. પુદ્ગલરૂપ જડ ઇંદ્રિય આકૃતિ તે દ્રવ્ય ઇંદ્રિય છે અને આત્મિક પરિણામ તે ભાવેન્દ્રિય છે. દ્રવ્યન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદ છે. પુદ્ગલ-સ્કંધોની રચનારૂપ શરીર પર દેખાતી બાહ્ય ઇંદ્રિયઆકૃતિ તે નિવૃત્તિ દ્રવ્ય ઇંદ્રિય છે. ઇંદ્રિયની અંદર તથા બહાર જ્ઞાન ઉત્પન્ન કરનાર પૌદ્ગલિક શક્તિ તે ઉપકરણ દ્રવ્ય ઇંદ્રિય છે. ભાવેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ એ બે પ્રકાર છે. મતિજ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષયોપશમ એ એક પ્રકારનો આત્મિક પરિણામ છે તે લબ્ધિ ભાવેન્દ્રિય છે. લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સામન્વયિક પ્રવૃત્તિના કારણે સામાન્ય