Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૪૪
તત્વાર્થાધિગમસૂત્ર અને વિશેષજ્ઞાનની પ્રાપ્તિ તે પ્રયોગ-ભાવેન્દ્રિય છે. આ ઇંદ્રિય મતિજ્ઞાન, ચક્ષુદર્શન અને અચસુર્દર્શનરૂપ છે. લબ્ધિભાવેન્દ્રિય હોય તો જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ દ્વારા બોધ થઈ શકે છે. | સ્પર્શનેન્દ્રિય-ચામડીની અંદરની સ્પર્શ પારખવાની શક્તિ, રસનેન્દ્રિય-રસ પારખવાની શક્તિ, પ્રાણેન્દ્રિય-ગંધ પારખવાની શક્તિ, ચક્ષુરિન્દ્રિય-આંખની જોવાની અને પારખવાની શક્તિ અને શ્રોત્રેન્દ્રિય-કાનની સાંભળવાની શક્તિ એ પાંચ ઇન્દ્રિયોના લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગરૂપ ચાર ચાર પ્રકાર છે. એ ચારે પ્રકારનો સમન્વય તે એક પૂર્ણ ઇન્દ્રિય છે. તેમાં જેટલી ન્યૂનતા તેટલી ઇન્દ્રિયની અપૂર્ણતા ગણાય છે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચ અનુક્રમે પાંચ ઈન્દ્રિયોના વિષયો છે; તેના દ્વારા મતિજ્ઞાન થાય છે. મન અનિન્દ્રિય છે; તેના દ્વારા શ્રુતજ્ઞાન થાય છે.
પદાર્થો બે પ્રકારના છે. (૧) રૂપી અને (૨) અરૂપી. જે પદાર્થમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર હોય છે તે મૂર્તરૂપી પદાર્થ છે. જેનામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નથી તે
અમૂર્ત-અરૂપી પદાર્થ છે. - ઇન્દ્રિયો દ્વારા માત્ર રૂપી પદાર્થનું જ્ઞાન થઈ શકે છે; અરૂપી પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. મનનો વિષય શ્રુતજ્ઞાન હોવાથી તેનાથી રૂપી-અરૂપી એ બંને પ્રકારના પદાર્થોનું જ્ઞાન થઈ શકે છે.
સ્પર્શ આઠ પ્રકારના છે. (૧) શીત-ઠંડો, (૨) ઉષ્ણ-ગરમ, (૩) સ્નિગ્ધ-સુંવાળો, ચીકણો, (૪) રૂક્ષ-ખરબચડો, લુખ્ખો, ( ૧ (૫) હલકો, (૬) ભારે, (૭) કઠણ અને (૮) મૃદુ. સ્પર્શનેન્દ્રિયથી આ આઠ પ્રકારના સ્પર્શનું જ્ઞાન થાય છે. રસ પાંચ પ્રકારના છે. (૧) કટુ-કડવો, (૨) મિષ્ટ-મીઠો, (૩) તુરો