Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૩૫ લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ અને છ વેશ્યા એ એકવીશ ઔદાયિક ભાવના ભેદ છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ પારિણામિક ભાવના ભેદ છે. અજીવમાં ઔદયિક ભાવ માત્ર પુગલ સ્કંધ પૂરતો છે; તે ધર્મ, અધર્મ, આકાશ અને કાળને હોતો નથી; એટલે સ્કંધમાં ઔદયિક અને પારિણામિક એ બે ભાવ હોય છે. પુદ્ગલના બહુવિધ પરિણામ શાસ્ત્રમાં જણાવ્યા છે. જીવના પાંચ સ્વતત્ત્વ
ભાવાર્થ ભાવ પાંચ પ્રકારના છે. (૧) ઔપશમિક (૨) ક્ષાયિક, (૩ ક્ષાયોપશામિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક. તેમાંના પહેલા ત્રણ માત્ર જીવના ગણાય છે; બાકીના બે જીવ અજીવ એ બંનેને લાગુ પડે છે; પરંતુ અહીં સૂત્રકારે જીવના અસાધારણ ભાવોનું વર્ણન કર્યું છે, જે અજીવને લાગુ પડતા નથી.
સત્તાગત કર્મનો ઉદય રોકાવાથી જે સમભાવરૂપ આત્મશુદ્ધિ પ્રગટે છે તે ઉપશમ છે. દર્શનમોહનીય કર્મના ઉપશમથી સમ્યગુ દર્શન અને ચારિત્રમોહનીય કર્મના ઉપશમથી સમ્યક ચારિત્ર એ બે જીવમાં પ્રકટ થાય છે.
ઘાતી કર્મોનો ક્ષય થવાથી જે આત્મશુદ્ધિ પ્રગટે છે તે ક્ષાયિક ભાવ છે. કેવળજ્ઞાનાવરણના ક્ષયથી કેવળજ્ઞાન, કેવળદર્શનવરણના ક્ષયથી કેવલદર્શન, અંતયના ક્ષયથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિ, દર્શનમોહનીયના ક્ષયથી ક્ષાયિક સમકિત, અને ચારિત્રમોહનીયના ક્ષયથી સમ્યક ચારિત્ર-યથાખ્યાત ચારિત્ર એ નવ જીવમાં પ્રગટ થાય છે.
કેટલાક કર્મોનો ક્ષય અને કેટલાક કર્મોનો ઉપશમ થવાથી