Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર | મિશ્રભાવે ચાર જ્ઞાનો અજ્ઞાન ત્રણે જાણવા, ત્રણ દર્શન દાન આદિ અન્તરાય પાંચે માનવા; સમ્યક્ત ને ચારિત્રના બે ભેદ દેશ ને સર્વથી, અઢાર ભેદો નીપજે એમ ઘાતી કર્મ પ્રપંચથી. (૪) ગતિ ચાર, ચાર કષાય, ત્રણ લિંગ, એક મિથ્યાદર્શનમ; અજ્ઞાન, અવિરતિ ને અસિદ્ધિ એક એક જ સમ્મત છ ભેદ વેશ્યા તણા સર્વે મળી એકવીશ થાય છે, ઉદય આવે જીવને વળી અજીવને પણ હોય છે. (૫) રૂપી પુદ્ગલ સ્કંધને વળી ઔદયિકે પણ સદહ્યા, પુગલ તણા પરિણામ બહુવિધ શાસ્ત્રમાંહે વર્ણવ્યા; પરિણામ રહે તે કારણે ત્રણ ભેદ પંચમ ભાવના, જીવત્વ ને ભવ્યતા ત્રીજું અભવ્યત્વ જીવમાં. (૨)
અર્થ : જીવના સ્વતસ્વરૂપ પાંચ ભાવો છે : (૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) મિશ્ર-ક્ષાયોપથમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક. પહેલા ત્રણ માત્ર જીવને અને છેવટના બે જીવ અજીવ એ બંનેને લાગુ પડતા ભાવો છે. ઔપશમિકના બે, ક્ષાયિકના નવ, ક્ષાયોપથમિકના અઢાર, ઔદયિકના એકવીશ અને પરિણામિકના ત્રણ એમ પાંચ ભાવોના ત્રેપન પ્રભેદ થાય છે.
સમ્યગું દર્શન અને સમ્યફ ચારિત્ર એ બે ઔપથમિક ભાવના ભેદ છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, પાંચ અંતરાય સમ્ય દર્શન અને સમ્યફ ચારિત્ર એ નવ ક્ષાયિક ભાવના ભેદ છે. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ અંતરાય, સમ્યગ્ દર્શન, દેશવિરતિ ચારિત્ર અને સર્વ વિરતિ ચારિત્ર એ અઢાર ક્ષયોપથમિક ભાવના ભેદ છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ