Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૩૬
તત્વાર્થાધિગમસૂત્ર જે આત્મશુદ્ધિ પ્રગટે છે, તે મિશ્ર-ક્ષાયોપથમિક ભાવ છે. ચાર પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ ચાર જ્ઞાન; ત્રણ પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન; ત્રણ પ્રકારના દર્શનાવરણના ક્ષયોપશમથી ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન અને અવધિઈર્શન એ ત્રણ દર્શન; પાંચ પ્રકારના અંતરાયના ક્ષયોપશમથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચની આંશિક લબ્ધિ; અનંતાનુબંધી કષાયચતુષ્ટય (ક્રોધ, માન, માયા અને લોભ) અને દર્શન મોહનીય એ બેના ક્ષયોપશમથી સમ્ય દર્શન, અનંતાનુબંધી કષાયપત્ય, અપ્રત્યાખ્યાની કષાયચતુષ્ટય અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી દેશવિરતિ ચારિત્ર; અનંતાનુબંધી કષાયચતુષ્ટય અને ચારિત્ર મોહનીય એ સર્વના ક્ષયોપશમથી સર્વવિરતિ ચારિત્ર એ અઢાર જીવમાં પ્રગટ થાય છે.
કર્મના ઉદયથી આત્મામાં જે મલીનતા પેદા થાય છે તે ઔદયિક ભાવ છે. ગતિ નામ કર્મના ઉદયથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ; કષાયમોહનીયના ઉદયથી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય; વેદનીયના ઉદયથી પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણ વેદ; મિથ્યાત્વમોહનીયના ઉદયથી મિથ્યાદર્શન; જ્ઞાન અને દર્શન એ બેના આવરણના ઉદયથી અજ્ઞાન; અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની એ ત્રણ પ્રકારના કષાયચતુષ્ટયના ઉદયથી અસંયતત્વ-અસંયમ-અવિરતિ; વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મના ઉદયથી અસિદ્ધત્વ-શરીરધારણ; કષાયના ઉદયથી આનંદિત યોગ પ્રવૃત્તિરૂપ કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને