Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૩૨
તત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધ અર્થ સ્વીકારે છે. 1 . ઉપરોક્ત સાત નિયોને બીજી રીતે પણ સમજાવવામાં આવે છે. તેના વ્યવહાર અને નિશ્ચય એ બે પ્રકારના નયનો મૂળ વિભાગ છે વ્યવહાર એ પૂલગામી નય છે, જેમાં પહેલાં ત્રણ નય સમાય છે; જ્યારે નિશ્ચય એ સુક્ષ્મગામી નય છે, જેમાં પછીના ચાર નય સમાય છે. વિશેષમાં જ્ઞાન અને ક્રિયા નય એ બે મૂળ વિભાગમાં પણ નયના ભાગ પાડવામાં આવે છે. તત્ત્વસ્પર્શી જ્ઞાનદષ્ટિ તે જ્ઞાનનય છે અને તત્ત્વાનુભવ તે ક્રિયાનય છે. ઉપરોક્ત સાતે નય જ્ઞાનનય છે, જ્યારે સતયને જીવનમાં ઉતારવારૂપ ચારિત્ર તે ક્રિયાનય છે. આ વસ્તુ આપણને“જ્ઞાનવિયાગ્રામ્ મોલ:” એ વાક્યની પ્રતીતિ કરાવે છે.
તે ઉપરાંત અર્થનય અને શબ્દનય એમ નયના મૂળ બે વિભાગ પણ જણાય છે. અર્થનો વિચાર પ્રધાન હોય તે અર્થનય અને શબ્દનો વિચાર પ્રધાન હોય તે શબ્દનાય છે. એ રીતે પહેલા ચાર નય અર્થનમાં અને છેલ્લા ત્રણ નય શબ્દનયમાં સમાય છે.
तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवादविवेचने । વાધ્યાય: પ્રથમ: પૂu , પ્રભાઈ નાયવોથn: III
ક્ય જ