Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૬
તત્વાર્થાધિગમસૂત્ર આ નંદીસૂત્રે જ્ઞાન વિષયે મતિના કહ્યા તે કેળવો. (૧૪) અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ :
અર્થ : મતિજ્ઞાનના ઉપરોક્ત ૨૮૮ ભેદ અર્થાવગ્રહથી ધારણા સુધીના છે; વ્યંજન અવગ્રહના ભેદ હવે કહેવાનું છે. ચહ્યું અને મન એ બે સિવાયની બાકીની ચાર ઇંદ્રિયોથી વ્યંજનનો અવગ્રહ થાય છે, આમ વ્યંજન અવગ્રહના ૪૮ ભેદ થાય છે. | ભાવાર્થ : સમગ્ર વસ્તુ અને તેના ગુણપર્યાય તે અર્થ છે; પર્યાય તે વ્યંજન છે. પર્યાયનું જ્ઞાન વ્યંજન અવગ્રહથી શરૂ થઈ અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણાથી પૂરું થાય છે; અર્થનું જ્ઞાન અર્થાવગ્રહથી શરૂ થઈ ઈહા,અપાય અને ધારણામાં પૂર્ણ થાય છે. વિષયનું નવીન જ્ઞાન મેળવવામાં આ ક્રમ અનુભવસિદ્ધ છે. એક વખત થયેલા વિષયનું વારંવાર જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય ત્યારે ક્રમ તો આ જ હોય છે, પરંતુ તે એટલો શિધ હોય છે કે તેનો ખ્યાલ આવતો નથી. પહેલાં કરેલ નિર્ધારણ શિધ નિર્ણય થવામાં આવા પ્રસંગે મુખ્ય ભાગ ભજવે છે તે ખ્યાલમાં રાખવાનું છે. વ્યંજન અવગ્રહના-૪૮ અને પહેલાના ૨૮૮ મળતાં શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ થાય છે. નંદી સૂત્રમાં ઉત્પાતિકી, કાર્મિકી, પારિણામિકી અને વૈનયિકી એ ચાર પ્રકારની બુદ્ધિને પણ મતિ કહી છે અને તેને પણ કૃતનિશ્રિત મતિજ્ઞાનમાં ગણી છે. આ ચાર ઉમેરતાં મતિજ્ઞાનના ૩૪૦ પણ ભેદ થાય.
ચહ્યું અને મન એ બે અપ્રાપ્યકારી ઇંદ્રિયો છે, તેના દ્વારા જ્ઞાન મેળવવામાં વિષય અને ઇંદ્રિયોનો પ્રત્યક્ષ સંબંધ આવશ્યક નથી; પરંતુ ચક્ષુ યોગ્ય સંનિધાનમાં રહેલ દૂરની વસ્તુના રૂપ, રંગ, આકાર, સ્વરૂપ આદિ ગ્રહણ કરી શકે છે; તેમજ મન પણ તેજ પ્રકારથી વસ્તુ અંગે વિચારણા કરી શકે છે. આ રીતે આ બે અપ્રાપ્યકારી ઇંદ્રિયો દ્વારા સમગ્ર વસ્તુ અને તેના પર્યાયોનું