Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર શાસ્ત્રસંકેત એ છે કે સમ્યગુદૃષ્ટિનું તે જ્ઞાન અને મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે; સમ્યગૃષ્ટિ જીવ મોક્ષાભિમુખ હોવાથી તેનામાં સમભાવની માત્રા યા વિવેક હોય છે. આવા જીવનું જ્ઞાન ભલે મિથ્યાષ્ટિના જ્ઞાનની અપેક્ષાએ અલ્પ હોય, છતાં તે જ્ઞાન છે; મિથ્યાદષ્ટિ જીવ સંસારાસક્ત હોવાથી તે જ્ઞાનનો ઉપયોગ સાંસારિક વાસનાના પોષણમાં કરે છે તેથી તે અજ્ઞાન છે. આવા જીવનું જ્ઞાન ભલે ગમે તેટલું વિશાળ, વિકસિત અને સૂક્ષ્મ હોય તો પણ તે અજ્ઞાનરૂપ છે. सूत्र - नैगमसंङग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ॥३४॥
आद्यशब्दौ द्वित्रिभेदौ ॥३५॥ અનુવાદ ઃ બીજી અપેક્ષાનો વિરોધ કર્યા વગર અવબોધ જે,
થાય તે કહેવાય નય તે પાંચ ભેદે જણાય છે, નિગમ અને સંગ્રહ વળી વ્યવહાર, જુસૂત્રને,
શબ્દ ત્રણ ભેદ યુક્ત નૈગમ ભેદદ્રય સંયુક્ત છે. (૨૪) નયનું સ્વરૂપ :
અર્થઃ અન્ય અપેક્ષાઓનો વિરોધ કર્યા વિના એક એક અપેક્ષાએ થતું જ્ઞાન તે નય છે, તેના પાંચ ભેદ છે : (૧) નૈગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજુસૂત્ર અને (પ) શબ્દ. નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદ છે.
ભાવાર્થ: આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં જ્ઞાનપ્રાપ્તિનાં સાધન તરીકે પ્રમાણ અને નય જણાવ્યા છે. સૂત્ર ૯ થી ૩૩ સુધીમાં સૂત્રકારે પાંચ જ્ઞાનરૂપે પ્રમાણનું સ્વરૂપ દર્શાવ્યું છે. નય એ પ્રમાણનો અંશ છે; તેથી હવે સૂત્રકાર નયનું સ્વરૂપ જણાવે છે. ૧. મન:પર્યાય અને કેવલ એ બે જ્ઞાન અજ્ઞાનરૂપ નથી; કારણ કે સાર
અસારનો વિવેક જ્યાં નિયત છે ત્યા જીવને તે બે જ્ઞાન પ્રાપ્ત થઈ
શકે છે.