Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૬
તત્વાર્થાધિગમસૂત્ર લાયોપથમિકભાવજન્ય હોઈ સોયાધિક છે. સોપાધિક એવાં ચાર જ્ઞાન નિરુપાધિક એવા કેવળજ્ઞાન સાથે રહી શકે નહિ. બીજા આચાર્યો કહે છે કે શક્તિની અપેક્ષાએ જીવમાં પાંચ જ્ઞાન હોવા છતાં ઉપયોગ-પ્રવૃત્તિ માત્ર કેવળજ્ઞાનની હોય છે. ઉદા૦ સૂર્યના અસ્તિત્વમાં દિવસે જેમ તારા, નક્ષત્ર, ગ્રહ અને ચંદ્ર એ ચાર આકાશમાં વિદ્યમાન હોવા છતાં પ્રકાશ આપવામાં અક્રિય રહે છે, તેમ સંપૂર્ણ એવા કેવળ જ્ઞાનના અસ્તિત્વમાં મતિ આદિ ચાર જ્ઞાન અક્રિય રહે છે. આ પાંચ પ્રકારના જ્ઞાન એ ચેતનશક્તિના પર્યાય છે. આ પર્યાયનું કાર્ય જ્ઞાન આપવાનું હોવાથી તે દરેક પણ જ્ઞાન તરીકે ઓળખાય છે. सूत्र : मतिश्रुतावधयो विपर्ययश्च ॥३१॥
- सदसतोरविशेषाद् यदच्छोपलब्धेस्मत्तवत् ॥३३॥ અનુવાદઃ મતિ, શ્રુત, અવધિ, એ ત્રણ અજ્ઞાનરૂપે થાય છે,
મતિ, શ્રત, અજ્ઞાન ને વિભક એમ બોલાય છે; ખોટા ખરાનો ભેદ ન લહે વિના વિચાર આચરે,
જેમ ગાંડાની પ્રવૃત્તિ એમ અજ્ઞાની કરે (૨૩) ત્રણ અજ્ઞાન :
' અર્થ : મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાનરૂપ પણ હોઈ શકે છે; તે સમયે તેવા અજ્ઞાનને મતિઅજ્ઞાન, મૂતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના નામે ઓળખવામાં આવે છે. સારાસાર વિવેકશૂન્ય પ્રવૃત્તિ તે અજ્ઞાન છે. | ભાવાર્થ : સાર અસાર, અથવા વાસ્તવિક અવાસ્તવિક વચ્ચેનું અંતર સમજ્યા વિના વિવેકશૂન્ય પ્રવૃત્તિરૂપ મતિ, શ્રત અને અવધિજ્ઞાન હોય છે ત્યારે તે ત્રણે મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે.' - ઉપરોક્ત જ્ઞાન અજ્ઞાનનો ભેદ શાસ્ત્રસંકેત અનુસાર છે.