Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૪
તત્વાર્થાધિગમસૂત્ર સૂત્ર: – સર્વદ્રવ્યપર્યાપુ વત્તાય રૂમ અનુવાદ : દ્રવ્ય ને પર્યાય સર્વે જાણે ત્રણે કાળનાં,
જ્ઞાન પંચમ કહ્યું કેવલ સર્વજ્ઞ સ્વામી તેહના, કોઈથી રોકાય નહિ ને જાય નહિં આવ્યા પછી,
એ જ્ઞાન મળતાં કર્મ ઝરતાં મુક્તિ પામે શાશ્વતી. (૨૧) કેવલજ્ઞાનનો વિષય ?
અર્થ : પાંચમા કેવળજ્ઞાનના સ્વામી સર્વજ્ઞ છે, તે જ્ઞાનથી સર્વ દ્રવ્ય અને તેના ત્રણે કાળના પર્યાય જાણી શકાય છે. તે જ્ઞાન કોઈથી રોકાતું નથી, આવ્યા પછી અલોપ પણ થતું નથી, આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવના સર્વ કર્મો નાશ પામે છે અને મોક્ષ મળે છે.
ભાવાર્થ : કેવળજ્ઞાનનો વિષય સર્વ પર્યાય સહિત સર્વ દ્રવ્યનો છે. તે સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. તેનાથી હાથમાં રહેલ આમળાની માફક ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ દ્રવ્ય જણાય છે. તે અપ્રતિહત-આવરણ વિનાનું અને અપ્રતિપાતી-તિરોહિત ન થનારું છે.
મતિ આદિ ચાર જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય તો પણ તે દ્વારા એક પણ પદાર્થના બધા ભાવો-પર્યાય જાણી શકાતા નથી; કારણ કે એ બધા ચેતનશક્તિના અપૂર્ણ વિકાસરૂપ છે. નિયમ એ છે કે જે જ્ઞાન કોઈ એક વસ્તુના સર્વ ભાવો જાણે છે તે સર્વ વસ્તુના સર્વ ભાવો જાણી શકે છે. આવું પૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન છે. આ જ્ઞાન ચેતનશક્તિના પૂર્ણ વિકાસનું પરિણામ છે. તેના કોઈ ભેદ પ્રભેદ નથી. કોઈપણ દ્રવ્ય કે કોઈપણ ભાવ એવો નથી કે જે કેવળજ્ઞાનથી ન જાણી શકાય; આમ હોવાથી કેવળજ્ઞાનની પ્રવૃત્તિ સર્વ પર્યાયો સહિત સર્વ દ્રવ્યમાં છે.