Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૯
ગ્રંથો છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત આદિ આદિ અંગબાહ્ય શ્રુતના ગ્રંથો છે. સૂત્ર - ત્રિવિધોવધિ: ધારા
तत्र भवप्रत्ययो नारकदेवानाम् ॥२२॥ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥२३॥ અનુવાદ : બે ભેદે અવધિજ્ઞાન છે ભવથી થતું પેલું કહ્યું, બીજું ગુણપ્રત્યય પ્રથમ તે નારકી દેવે લહ્યું; ક્ષયોપશમથી નીપજે તિર્યંચ નરનેતે બીજું,
પડ ભેદ તેના અનુગામી-આદિ તે અવધિ ત્રીજું. (૧૬)
અવધિજ્ઞાન :
અર્થ : ત્રીજા અવધિજ્ઞાનના બે ભેદ છે : (૧) ભવપ્રત્યય અને (૨) ગુણપ્રત્યય. દેવ અને નારક જીવોને જન્મતાં થતું જ્ઞાન તે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મનુષ્ય અને તિર્યચને થતું જ્ઞાન તે ગુણપ્રત્યય અવધિજ્ઞાન છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ છે.
ભાવાર્થ : આત્મવિકાસના કારણે થતું મર્યાદિત પ્રત્યક્ષજ્ઞાન તે અવધિજ્ઞાન છે. તેના બે ભેદ છે. બંનેમાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તો સમાન હોય છે, પરંતુ તપ, નિયમ, વ્રત આદિ પ્રક્રિયાથી તેજ ભવમાં યોગ્યતા પ્રાપ્ત કરવાની ગુણપ્રત્યય અવધિજ્ઞાનમાં આવશ્યકતા રહે છે; જ્યારે ભવ-પ્રત્યયમાં તે લાયકાત પૂર્વે મેળવી હોય છે.
ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ પ્રકાર છે. (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) અવસ્થિત