Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
- તત્વાર્થાધિગમસૂત્ર અલ્પ બહુત્વ એ ચૌદ અનુયોગદ્વાર પ્રશ્નો પણ જ્ઞાનનાં સાધન છે. આ પ્રશ્નો દ્વારા સાચું જ્ઞાન મેળવી સરળ ભાવે ભાવના ભાવતાં જીવ ભવનો પાર પામે છે.
ભાવાર્થ : નિક્ષેપ, પ્રમાણ, નય અને અનુયોગદ્વાર આદિ જ્ઞાનનાં સાધન છે. જીવને પ્રશ્નો દ્વારા મનોમંથન થાય છે, ત્યારે તેને સામાન્ય અને વિશેષ જ્ઞાન થાય છે. પ્રશ્નો વિચારશ્રેણીના ઉત્પાદક છે, તેનાથી જ્ઞાનની પરંપરા વધે છે અને વિકાસ પામે છે.
કોઈપણ નવી વસ્તુના સંપર્કમાં આવતાં સામાન્ય રીતે અનેક પ્રશ્નોની પરંપરા ઉદ્ભવે છે, તેના પરિણામે પ્રથમ સામાન્ય જ્ઞાન થાય છે, તેમાં ઉંડા ઉતરતાં તેના વિષે વિશેષ જ્ઞાન પણ થાય છે. વસ્તુના રૂપ, રંગ, સ્વરૂપ, સ્વભાવ આદિ અંગેના પ્રશ્નો તે નિર્દેશ છે. વસ્તુના માલિક અંગેના પ્રશ્નો તે સ્વામી છે. તેની ઉત્પત્તિના હેતુ અંગેના પ્રશ્નો તે સાધન છે. વસ્તુને રહેવાના આધાર અંગેના પ્રશ્નો તે અધિકરણ છે. તે વસ્તુને ટકવાની કાળમર્યાદા અંગેના પ્રશ્ન તે સ્થિતિ છે. વસ્તુના જુદા જુદા પ્રકાર અંગેના પ્રશ્નો તે વિધાન છે.
સત્તારૂપે વસ્તુનું અસ્તિત્વ તે સત્ છે. વસ્તુની ગણના તે સંખ્યા છે. વસ્તુથી રોકાતી જગ્યા તે ક્ષેત્ર છે. જગ્યા રોકતા દશે દિશામાં આજુબાજુની જે જગ્યાને વસ્તુ સ્પર્શે છે તે સ્પર્શન છે. વસ્તુની કાળમર્યાદા તે કાળ છે. વસ્તુની રૂપાન્તર અવસ્થા વચ્ચેનો સમય તે અંતર છે. વસ્તુની વર્તમાન અવસ્થાવિશેષ તે ભાવ છે. વસ્તુની સંખ્યામાં ન્યૂનાધિકતા તે અલ્પબદુત્વ છે આ રીતના પ્રશ્નો દ્વારા વિચારપરંપરા શરૂ થતાં તેના ઉત્તર મેળવવા જીજ્ઞાસા થાય છે અને તે જીજ્ઞાસાની તૃપ્તિ કરતાં જ્ઞાન મળે છે. આવા પ્રશ્નો પણ આટલા જ છે તેમ નથી, તે અનેક રીતે