Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
અર્થ : જીવ અને અજીવ એ બે શેય-જાણવા યોગ્ય તત્ત્વો છે. આશ્રવ અને બંધ એ બે હેય-ત્યાગ કરવા યોગ્ય તત્ત્વો છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ ઉપાદેય-પ્રાપ્ત કરવા યોગ્ય તત્ત્વો છે. તેમાં શ્રદ્ધા આદરણીય છે.
ભાવાર્થ : વિશ્વમાં અનંત પદાર્થો છે, તે સર્વે કાંઈ જ્ઞેય, હેય કે ઉપાદેય નથી. મોક્ષ એ ઉપાદેય તત્ત્વ છે અને તેથી તેના હેતુ એવા તત્ત્વોનો જ માત્ર અહિં નિર્દેશ છે.
સાત તત્ત્વ :
આશ્રવ અને બંધ ત્યાજ્ય છે, ઉપાદેય નથી; સંવર નિર્જરા અને મોક્ષ એ ઉપાદેય છે, ત્યાજ્ય નથી; જીવ અને અજીવ એ સંસારની જડરૂપ છે તેથી શેય છે. આ સાત તત્ત્વનું સામાન્ય અને વિશેષ એ બે પ્રકારનું જ્ઞાન આવશ્યક છે; તે હોય ત્યારે વિવેક વાપરી હેયને ત્યાગી શકાય અને ઉપાદેયને આચરી શકાય.
સૂત્રકાર સાત તત્ત્વોનો નિર્દેશ કરે છે. કેટલાક પૂર્વાચાર્યો પાપરૂપ હેય તત્ત્વ અને પુણ્યરૂપ હેયોપાદેય તત્ત્વ એ બે તત્ત્વોને જુદા ગણાવી નવ તત્ત્વો પણ જણાવે છે. સૂત્રકાર એ તત્ત્વોનો સમાવેશ આશ્રવ અને બંધમાં કરી લઈ તેમને અધ્યાહાર રાખે છે. सूत्र नामस्थापनाद्रव्यभावतस्तन्यासः ॥५॥
અનુવાદ : નામ સ્થાપના દ્રવ્ય ભાવે સાત તત્ત્વ વિચારવા, નિક્ષેપ સંખ્યા ચાર કહી છે સર્વભાવે ભાવવા; દ્રવ્યથી જીવ દ્રવ્ય નથી ને છે વળી ઉપચારથી ગુરુગમદ્વારા જ્ઞાનધારા જાણવી બહુ પ્યારથી (૫) અર્થ : : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ તત્ત્વો વિચારવાના સાધન-નિક્ષેપ છે. દ્રવ્યથી દ્રવ્યજીવ નથી, પરંતુ ઉપચારથી જીવ દ્રવ્ય છે. આનું જ્ઞાન ગુરૂગમથી પ્રેમપૂર્વક સંપાદન કરવું.