________________
अन्ययोगव्य. श्लोक : ३
સમાધાન : એવું નથી, કેમ કે પરોપકાર કરવામાં જ સાર જોનાર મહાત્મા પુરુષો શ્રોતાના ગમા-અણગમાની અપેક્ષા રાખ્યા વિના જ હિતે દેશની પ્રવૃત્તિ કરે છે. કારણ કે તેમને મન પરોપકાર એ જ સ્વાર્થ છે. અને હિતોપદેશથી ચડિયાતો કેઈ પારમાર્થિક પરાર્થ નથી વળી ઋષિ-વાય પણ છે કેઃ
અન્ય કઈ રોષે ભરાય કે ન ભરાય અથવા તે ઉપદેશને ભલે ઝેરરૂપે સમજે તે પણ હિતકારી વચન અવશ્ય કહેવું જોઈએ. એથી પોતાનું તે ભલું થાય જ છે.” વળી વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે –
“હિતકારી વચન સાંભળવાથી શ્રોતાને એકાતે લાભ જ છે. એ નિયમ નથી પરંતુ ઉપકાર-બુદ્ધિથી કહેનાર વક્તાને તે અવશ્ય લાભ જ થાય.”
આ પ્રમાણે ત્રીજા લોકને અર્થ છે. (૩)