________________
સરતિ ઇતિ સંસાર થવાનું છે તો પછી મિથ્યા અહં તો પોષાય જ નહિ. માટે વાદવિવાદમાં પડવું નહિ. સર્વજ્ઞ ભગવાને આપેલું શ્રુતજ્ઞાન વીતરાગ બનવા માટે છે, વાદી કે વાણીવિલાસ માટે નથી. આખરે આપણે નયાતીત થવાનું છે. ક્ષણિક વિકલ્પોની જાળ તોડવાની છે. પર દર્શનમાં દ્વેષ કરવાનો નથી.
સર્વજ્ઞ ભગવંતે આપેલું શ્રુતજ્ઞાન આપણા કેવળ બૌદ્ધિક આનંદ માટે નથી. છતાં એ બૌદ્ધિક આનંદ શુદ્ધ બને તો અખંડ આનંદનું કારણ બને છે. જ્યારે જીવ સ્વયં વીતરાગ થાય છે.
જીવને ઈષ્ટ અનિષ્ટની કલ્પનાઓ જ ઈચ્છાનું મૂળ છે. તેમાં સુખદુઃખનું યુગલ જીવે છે. એટલે સંસારી જીવો પુણ્યના ઉદયકાળે સુખનું વેદન કરે છે, પાપકાળે દુઃખનું વેદન કરે છે, તેમાં અજ્ઞાન રહેલું છે. એટલે જ્ઞાની પુરુષો દુઃખનું મૂળ પાપ કરતાં પણ સુખની બુદ્ધિને કહે છે. તેથી સુખનો ત્યાગ કરવાનું કહે છે. ખોટા સુખની ઇચ્છા કરવી તે જેમ અજ્ઞાન છે, તેવું અજ્ઞાન દુઃખના ઈન્કાર કે આકુળતામાં છે. સાંસારિક સુખની ઇચ્છા પાછળ દુઃખ ન હોય તેવા ઉકેલ લાવવાના છે. દુઃખ ગમતું નથી તો દુઃખમુક્ત કેમ થવાય તેવી સાધના કરવી જોઈએ. માટે ધર્મ અને મોક્ષ પુરુષાર્થ છે. કારણ કે સંસારી જીવ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ-નિરાવરણ ચેતનસ્વરૂપ ન બને ત્યાં સુધી દુઃખમુક્ત ન બને. માટે ચેતનને નિરાવરણ – પૂર્ણ શુદ્ધ થવા માટે સાધના કરવાની છે. રાગદ્વેષરહિત વીતરાગી થવા માટે સાધના કરવાની છે.
પરંતુ સંસારી જીવને દેહનું મહત્ત્વ સમજાવું જોઈએ કે જીવે સાધના આકાશમાં કે હવામાં કરવાની નથી. પરંતુ દેહમાં રહી આત્મ લક્ષ્ય કરવાની છે. પુદ્ગલ દ્રવ્યો ભોગ્ય પદાર્થ હોવાથી જીવને તેમાં અજ્ઞાન કે ભોગવશ ભોગબુદ્ધિ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ભોગ્ય પદાર્થો નથી. તેથી જીવને તેમાં ભોગવૃત્તિ થતી નથી. દેહ-ઇન્દ્રિયાદિમાં ભોગબુદ્ધિ થવી તે અપરાધ છે. કારણ કે તે સ્વરૂપ પ્રાપ્તિને બાધક બને છે.
જે પદાર્થોમાં સુખ નથી તે મેળવવા પ્રયત્ન કરવો તે વ્યર્થ પરિશ્રમ છે, ભ્રમ છે. અન્ય જીવોનું દુઃખ દૂર કરવું તે દ્રવ્ય દયા-અનુકંપા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org